પાલનપુરના ચડોતરમાં અમુલ બ્રાન્ડના નામે ડુપ્લિકેટ કરનારા વેપારી સામે ફરિયાદ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે દુકાન ધરાવતા નેમાભાઈ જુવારાજી માળી અમુલ માર્કાંની ડુપ્લીકેટ વસ્તુઓ બનાવીને વેચાણ કરી રહ્યા હોવાની હકીકતના આધારે અમુલ માર્કેટિંગ વિભાગના અધિકારી આશિષકુમાર માનજીભાઈ ચૌધરી દ્વારા અમૂલ ના ઉચ્ચ અધિકારીઓને આ અંગે નું ધ્યાન દોર્યું હતું. જેથી અમુલ ફેડરેશનના અધિકારી જય વિનોદભાઈ ગજ્જર દ્વારા સ્થળ પર જઈને ઘીનું પાઉચ ખરીદવા નું કહેતા આશિષભાઈ ચૌધરી દ્વારા ચડોતર ખાતે આવી દુકાનદાર પાસેથી ઘી નું પાઉચ ખરીદતા તેમાં અમુલના ટ્રેડમાર્ક વાળું ચિન્હ હોવાનું સામે આવ્યું હતું.
જીસીએમએમએફ ના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ
પાઉચ ઉપર અમૂલનો કોઈ ટ્રેડ માર્ક જોવા ન મળતા આ અમુલ નું ડુપ્લીકેટ પાઉચ હોવાનું સામે આવતા આ બાબતે ક્વોલિટી એશિયોરન્સ ને જાણ કરવામાં આવી હતી. તેઓ એ આ પાઉચ મંગાવી તપાસ માટે લીધું હતું. આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બનાસ ડેરી ના કામરાજભાઈ ચૌધરી ને વાત કરતા તમામ લોકો ચડોતર ખાતે આવીને તપાસ કરતા દુકાનની અંદર પેકિંગ મટીરીયલ જેમાં પ્લાસ્ટિકના મટીરીયલ ઉપર અમુલ બ્રાન્ડના નામની આગળ બિલકુલ જીણા અક્ષરથી શ્રી લખેલ હતું.
જેથી સામાન્ય લોકો છેતરાઈને અમુલ બ્રાન્ડ સમજી શકે, તેના પાછળના ભાગનું ચિત્ર અમુલને મળતું ડુપ્લિકેટ બનાવેલ હોવાનું જણાઈ આવ્યું હતી. તથા પેકીંગ મશીન તથા ખાલી ટીન તથા સગડી, લોખન્ડની કઢાઈઓ ત્યાં પડેલી હતી. જે મળી આવેલ અને લુઝ ઘી માંથી સાથે રાખેલા ફૂડ ઇન્સ્પેક્ટરની હાજરીમાં નમૂના લીધેલા. આ તમામ બાબતે વેપારી ને પુછતા આ બાબતે કોઈ જવાબ આપેલ નહિ. જેથી આ બાબતે અમુલના અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોર્યું હતું.જ્યાંથી કાર્યવાહી કરવાની સૂચના આપતા નેમાભાઈ જુવારાભાઈ માળી સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :રાહુલે કહ્યું- અદાણી પર કેટલાક સવાલ પૂછ્યા હતા, તેથી જ હંગામો થઈ રહ્યો છે