અમદાવાદએજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ખોટી આવક દર્શાવી RTE માં પ્રવેશ મેળવનાર સાત વાલીઓ સામે ફરિયાદ

રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓ સારી શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે શરૂ કરવામાં આવેલી આરટીઈ યોજનામાં આવકની ખોટી રકમ દર્શાવી પ્રવેશ મેળવવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો વચ્ચે અમદાવાદની એક શાળા દ્વારા આવા સાત વાલીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના કારણે ખોટી રીતે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અનામત બેઠકો ઉપર 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો

મળતી માહિતી મુજબ, શહેરના ભાટ ગામમાં આવેલી અમદાવાદ પબ્લિક સ્કુલ ઇન્ટરનેશનલ દ્વારા 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન)ની અનામત બેઠકો ઉપર 20 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. આ વિદ્યાર્થોને પ્રવેશ આપ્યા બાદ શાળા દ્વારા તેઓના માતા-પિતા દ્વારા ફાઇલ કરાયેલાં ઇન્કમ ટેક્ષ રિટર્ન, તેઓના સીબીલ રિપોર્ટ અને આવક સંબંધી અન્ય દસ્તાવેજોની ચકાસણી કરતાં જણાયું હતુ કે કેટલાક વિદ્યાર્થીઓના માતા-પિતા દ્વારા RTE અંતર્ગત શાળામાં પ્રવેશ લેવા માટે નિર્ધારિત કરાયેલાં ધારા-ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. ત્યારબાદ શાળાના સત્તાવાળાઓ આવા વિદ્યાર્થોના માતા-પિતા વિરુદ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં અને ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.

કોની સામે ફરિયાદ નોંધાવાઈ ?

ઇન્સપેક્શન દરમ્યાન સ્કુલના સત્તાવાળાઓને જાણવા મળ્યુ હતું કે કેટલાક વિદ્યાર્થીઓ શ્રીમંત પરિવારના સંતાનો છે અને તેઓ શહેરના પોશ વિસ્તારમાં આવેલાં તમામ સુખ – સુવિધાઓ ધરાવતા બંગલાઓમાં રહે છે. બીજુ કે આ વિદ્યાર્થીઓના માતા-પિતાની વાર્ષિક આવક પણ રૂ. 3.50 લાખ કરતા વધુ જોવા મળી હતી. અહીં નોંધવું રહ્યું કે આ કિસ્સામાં આવા વિદ્યાર્થીઓનો કોઇ વાંક-ગુનો નથી, વાસ્તવમાં તેઓના એ માતા-પિતાનો વાંક છે જેઓએ લાયક વિદ્યાર્થીઓની આ શાળામાં પ્રવેશ મેળવવાની તક ઝૂંટવી લીધી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇ અનુસાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ આવી શાળાઓમાં પ્રવેશ મેળવવા લાયક ઠરે છે. શાળાના સત્તાવાળાઓ અડાલજ પોલીસ સ્ટેશન અને ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ વિપુલ કેશવલાલ પરમાર, વાપરાની સંજય કુમાર ઘનશ્યામ, સુનિલ અનિલકુમાર તનરેજા, રાજપુત ગણપતસિંહ કિશોરસિંહ, ઉપેન્દ્રસિંઘ રાજેન્દ્રસિઘ રાઠોડ, પ્રિયંક રસિક પ્રજાપતિ અને કૌશિક રમણ સોલંકીનો સમાવેશ થાય છે.

Back to top button