ટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદમાં મણિનગર, નારોલ, કાલુપુરમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ

ગુજરાતમાં રાજ્યવ્યાપી વજખોરો વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી  છે ત્યારે વ્યાજખોરોને પાઠ ભણાવવા માટે પોલીસ ધ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેને લીધે લોકો પણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી રહ્યા છે. અમદાવાદ ના પૂર્વ વિસ્તારમાં બે દિવસમાં 19 વ્યાજખોરોસામે રૂપિયા 25.80 લાખની ફરિયાદ કરવામાં આવી છે જેને લઈ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે કેટલાક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતારી ગયા છે.

મળતી માહિતી મુજબ ઇસનપૂરમાં પાશ્ચનાથ મંદિર રોડ પર પાશ્ચનાથ રેસિડન્સીમાં રહેતા અપેક્ષાબેન પ્રકાશભાઇ પટેલ એ નારોલ પોલીસ સ્ટેશનમાં નારોલ શીતલ સૌરભ સ્કૂલ પાસે સિતબઘ સોસાયટીમાં રહેતા મોનાબહેન વિજયભાઇ ગવારે તથા દેવ વિજયભાઇ ગવારે અને ઇસનપુર સારથિ ટેનામેન્ટમાં રહેતા ખ્યાતિબેન ઉર્ફે નયનાબેન ધીરાજભાઈ મહિદળિયા તથા આકૃતિ ટાઉનશીપ નારોલમાં રહેતા ચંપાબેન વિરમભાઇ પરમાર અને સુમાંબેન જોશી સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી એ વર્ષ પહેલા 3 ટકા લેખે સાત લાખ રૂપિયા લીધા હતા જેના બદલે રૂપિયા 14 લાખ વસુલય હતા અને સોના ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા બાદમાં 8 કોરા ચેકમાં સહી કરવી લઈ ને કોરા ચેક પણ લીધા હતા.

આ પણ વાંચો : વ્યાજખોર સામે મેગા ડ્રાઈવ પણ ખુદ ‘સાહેબ’ જ વ્યાજે પૈસા ફેરવાતા હોય તો?

વ્યાજખોર-humdekhengenews

નારોલ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદમાં ઇસનપુર મોની હોટલ પાસે શિવાલીક  એપાર્ટમેન્ટમાં રહેતા દશરથભાઇ લાધાજી પ્રજાપતિ એ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ધર્મેશભાઇ ઉર્ફે છેદીલાલ લાલમણી ચોબે સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરાએ આરોપી પાસેથી 10 ટકા લેખે રૂપિયા 3 લાખ લીધા હતા જેના વ્યાજ સાથે રૂપિયા 7.20 લાખ વસૂલ્યા પછી ઘરે આવીને ગાળો બોલીને મકાન વેચવાની વાત કરીને ચેક લીધા હતા જે ચેક રિટર્ન થતા બળજબરી પૂર્વક ફરિયાદીના  જમાઇ પાસેથી ગુગલ પે કરાવીને રૂપિયા 20 હજાર પડાવ્યા હતા.

નારોલ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદમાં ઇસનપુર મોની હોટલ પાસે શિવાલીક  એપાર્ટમેન્ટમાં રહેતા દશરથભાઇ લાધાજી પ્રજાપતિ એ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ધર્મેશભાઇ લાલમણી ચોબે સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના દીકરાએ આરોપી પાસેથી ૧૦ ટકા લેખે રૂપિયા ૩ લાખ લીધા હતા જેના વ્યાજસાથે રૂપિયા 7.20 લાખ વસૂલ્યા હતા પછી ઘરે આવીને ગાળો બોલીને મકાન વેચવાની વાત કરીને ચેક લીધા હતા જે ચેક રિટર્ન થતા બળજબરી પૂર્વક ફરિયાદીના  જમાઇ પાસેથી ગુગલ પે કરાવીને રૂપિયા 20 હજાર પડાવ્યા હતા.

આ પણ વાંચો : સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ, ઉચ્ચ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને આપ્યો આ ઓર્ડર

વ્યાજખોરો - Humdekhengenews

કાલુપુર સોદાગરની પોળમાં રહેતા નવાજ શરીફ અબ્દુલ રજાક પટેલે  કાલુપુર પોલીસ સ્ટેશનમાં  ગાયકવાડ હવેલી સામે રહેતા શહેઝાદખાન પઠાણ તથા શાહપુર રાજાજીની પોળમાં રહેતા આશીફ શેખ સહિત કુલ આઠ લોકો સામે  ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી 2018 માં જુની ગાડીઓ લે-વેચનો ધંધો કરતા હતા તે સમયે આરોપી પાસે રૂપિયા લીધા હતા. જેનું વ્યાજ આપતા હતા પરંતુ કોરોના મહામારીમાં મંદી આવતા ફરિયાદીના ઘરે આવીને રૂપિયા લેવા માટે આરોપીઓ  ધમકી આપતા હતા જેથી કંટાળીને યુવકે ફિનાઇલ પણ પીધું હતું.

મણિનગરમાં અંબાજી મંદિર પાસે કાશીભાઇ ઝવેરીભાઇ બંગલામાં રહેતા હરીશભાઇ બાબુલાલ મિસ્ત્રીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગર, વિરાટનગર પાસે  ઉત્તમનગર સોસાયટીમાં રહેતા રાહુલ બ્રીજમોહન ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે કે 2015 માં 3 ટકા લેખે ત્રણ લાખ  રૂપિયા વ્યાજે લીધા હતા. જેના 10 ટકા લેખે વ્યાજ સહિત રૂપિયા 15 લાખ લીધા હતા તેમ છતાં હાથ પગ તોડવાની ધમકી આપી હતી.

Back to top button