પાલનપુરના પટોસણમાં પત્નીનું અપહરણ કરનારા સસરા, સાસુ અને સાળી વિરુદ્ધ ફરિયાદ
પાલનપુર: પાલનપુર તાલુકાના પટોસણ ગામ માં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા એક યુવકે પોતાની પત્નીને તેના સસરા, સાસુ અને સાળી ગાડીમાં આવી બળજબરીથી અપહરણ કરી લઇ જતા પરિણીતાના પતિએ આ ત્રણેય વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશની ગાડીમાં આવી દીકરીને ઉપાડી ગયા
આ સમગ્ર ચકચારી ઘટનાની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના પટોસણ ગામમાં રહેતા અને ખેતી કરીને ગુજરાન ચલાવતાં શૈલેષકુમાર ભીખાભાઇ ચૌધરી અગાઉ મધ્યપ્રદેશના રતલામમાં કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા. ત્યારે જાવરારોડ પાસે રહેતી નોસીન નસીરખાંન પઠાણ સાથે પરિચયમાં આવ્યા હતા અને બન્ને જણાએ july 21 માં પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ નોસીન ગર્ભવતી બની હતી.
પરિણીતાના પતિએ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
દરમિયાન ગુરૂવારના રોજ પોતાના ખેતરમાંથી ઘરે આવેલા શૈલેષભાઈ એ પત્ની નોસીનને ઘરમાં ન જોતાં તેમના પિતા ભીખાભાઈ ને પૂછતા તેમને નૉસીન ના પિતા, માતા અને બહેન ગાડી નંબર એમપી 09 સી એક્સ 4635મા બેસાડીને લઈ ગયા હતા તેમ જણાવ્યું હતું. જેથી શૈલેષભાઈએ પત્ની સાથે ફોન ઉપર વાત કરતા પત્ની નોસીમએ પોતાનો બળજબરીથી લઇ જતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ અંગે શૈલેષભાઈ એ પત્નીને બળજબરીથી ઉપાડી ગયેલા તાજીખાન મસ્જિદ પાસે રહેતા તેમના સસરા નાસીરખાન, સાસુ સાહિનબીના અને સાળી સોફિયાખાન વિરુદ્ધ અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.