ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ખોટા ન્યૂઝ અપલોડ કરતા યુટ્યુબ ચેનલના સંચાલક સામે ફરિયાદ

Text To Speech

આજકાલ યુટ્યુબ એ એક પ્રકારનું કમાણીનું સાધન છે. લોકો યુટ્યુબ પર તેમના એકાઉન્ટ્સ બનાવે છે અને તેના પર તેમના શો ચલાવે છે. યુટ્યુબ એ અન્ય તમામ એપ્લિકેશન્સમાં એક પ્રખ્યાત સાઇટ છે, પરંતુ કેટલીકવાર તેઓ ખોટી માહિતી પ્રકાશિત કરે છે જે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. આવું જ કઈક બન્યું છે, જેમાં અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી, ઘરેથી જપ્ત કરાઇ આ વસ્તુઓ 

આવી કોઈ ઘટના ન બની હોવા છતાં પોસ્ટ કરવામાં આવી

ગુજરાતની પોલીસને સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર અપમાનજનક સંદેશાઓ, ફેક ન્યૂઝ, ફોટા કે વીડિયો ન ફેલાવે. તે મુજબ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલના અધિકારીઓ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વોચ રાખી રહ્યા હતા. તેવામાં અમદાવાદમાં યુટ્યુબ ચેનલના સંચાલક સામે ગુનો નોંધાયો છે. જેમાં યુટ્યુબ ચેનલ પર ખોટા ન્યૂઝ અપલોડ કરતા ગુનો દાખલ થયો છે. બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો ભડથું જેવાં ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા. જેમાં આવી કોઈ ઘટના ન બની હોવા છતાં પોસ્ટ કરવામાં આવી હતી.

ડરનો માહોલ ઉભો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો

લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ ઉભો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદ યુટ્યુબ ચેનલના સંચાલકે બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો જીવતા ભડથું જેવાં ટાઈટલ સાથે ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા. તથા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ તે પ્રકારની પણ પોસ્ટ કરવામાં આવી હતી.

ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલમાં ચાલક સામે ફરિયાદ નોંધી

ઉલ્લેકનીય છે કે આવી કોઈ ઘટના ન બની હોવા છતાં પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં લોકોમાં આક્રોશ અને ડરનો માહોલ ઉભો કરવા મામલે ગુનો નોંધાયો હતો. તેમાં સાયબર ક્રાઇમે ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલમાં ચાલક સામે ફરિયાદ નોંધી છે.

Back to top button