સ્પોર્ટસ

બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે ફરિયાદ, જાણો શું કહ્યું પોલીસે ?

Text To Speech
  • રાત્રે 1.30 વાગ્યા સુધી પબ ખુલ્લું રાખવાનો અને મોટેથી મ્યુઝિક વગાડવાનો પણ આરોપ
  • અન્ય ત્રણ-ચાર પબ સામે પણ કરાઈ કાર્યવાહી

બેંગલુરુ, 09 જુલાઈ : તાજેતરમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને પરત ફરેલા ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની માલિકીના પબ સામે પોલીસે કાર્યવાહી કરી છે. બેંગલુરુના એમજી રોડ પર આવેલ કોહલી સાથે જોડાયેલા પબ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફર્યો હતો અને તેણે ટીમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ પછી તેણે મુંબઈમાં વિજય સરઘસમાં પણ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : NEET પાસ કર્યા પછી પણ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ કેમ જાય છે? જાણો કારણ

જુઓ શું કહ્યું ડીસીપી સેન્ટ્રલએ?

બેંગલુરુ પોલીસના ડીસીપી સેન્ટ્રલએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે અમે ત્રણ-ચાર પબ સામે કાર્યવાહી કરી છે જેઓ પર રાત્રે 1.30 વાગ્યા સુધી પબ ખુલ્લું રાખવાનો આરોપ છે. અમને પબમાં મોટેથી મ્યુઝિક વગાડવાની પણ ફરિયાદ મળી હતી. પબને રાત્રે 1 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવાની છૂટ છે અને તે પછી કોઈ પબ ખુલ્લું રહી શકે નહીં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી તેના પરિવાર સાથે લંડનમાં છે. કોહલીએ T20 વર્લ્ડ કપ ફાઇનલ બાદ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, કોહલી આ મહિનાના અંતમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં પણ ભાગ લેશે નહીં.

આ પણ વાંચો : ફિલ્મ નિર્દેશક રાજકુમાર સંતોષી સામે વોરંટ જારી, જુઓ શું છે સમગ્ર મામલો ?

Back to top button