નવી દિલ્હી: યુનિફોર્મ સિવિલ કોડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુનિફોર્મ સિવિલ કોડ અંગેના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આ અંગે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે UCCને લઈને સરકારના ઈરાદા યોગ્ય નથી. પીએમ મોદીના નિવેદન બાદ હવે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે એક ઘરમાં બે કાયદાને લઈને પીએમ મોદીનું નિવેદન UCCના અર્થમાં યોગ્ય નથી. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે UCCને લઈને દેશ અને પરિવાર વચ્ચેની સરખામણીને ખોટી ગણાવી છે.
પીએમ મોદીના નિવેદન બાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું, માનનીય વડાપ્રધાને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની વકીલાત કરતા રાષ્ટ્રને પરિવાર સમાન ગણાવ્યું છે. સાદગીભર્યા દેખાવ પર આ સરખામણી સાચી લાગે છે, પરંતુ વાસ્તવિકતા ઘણી જુદી છે. ચિદમ્બરમે કહ્યું કે કોઈપણ પરિવાર લોહીના સંબંધોથી બંધાયેલો હોય છે. જ્યારે દેશ બંધારણથી એકસાથે આવે છે. તે કાનૂની દસ્તાવેજ છે. ચિદમ્બરમે કહ્યું કે ભારતના બંધારણે ભારતના લોકોમાં વિવિધતા અને બહુલતાને માન્યતા આપી છે.
ચિદમ્બરમે કહ્યું કે સરકાર કોઈપણ એજન્ડાને લઇને લોકો પર UCC થોપી શકે નહીં. આ બાબતે સૌપ્રથમ લો કમિશનનો રિપોર્ટ વાંચવો જોઈએ. ચિદમ્બરમે કહ્યું કે કાયદા પંચે પણ કહ્યું છે કે આ સમયે UCC લાવવાનું શક્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં બેરોજગારી અને મોંઘવારી જેવા ઘણા મુદ્દા છે પરંતુ તે આ મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન હટાવવા માંગે છે.
આ પણ વાંચો-big accident : મધ્યપ્રદેશના દતિયામાં જાનૈયા ભરેલું વાહન નદીમાં ખાબક્યું, 12ના મોત, અનેક ઘાયલ
તેમણે લખ્યું, એક પરિવાર જ્યાં એક લોહીના સંબંધના તાંતણે બંધાયેલા હોય છે. તો એક દેશ સંવિધાનના તાંતણે બંધાયેલું હોય છે, જે એક રાજકિય-કાનૂની દસ્તાવેજ છે. અહીં સુધી કે એક પરિવારમાં પણ વિવિધતા હોય છે. ભારતના બંધારણે પણ વિવિધતા અને બહુમતિને માન્યતા આપી છે. યૂસીસી એક મહત્વકાંક્ષા છે. આ એજન્ડા-સંચાલિત બહુમતીવાદી સરકારો દ્વારા લોકો પર થોપી શકાય નહીં.
તેમને કહ્યું કે, માનનીય વડાપ્રધાન તે દર્શાવવા માંગે છે કે યૂસીસી એક સરળ પ્રેક્ટિસ છે. પરંતુ તેમને પાછલા કાયદા પંચનો રિપોર્ટ વાંચવો જોઈએ, જેમાં કહેવામાં આવ્યું હતુ કે આ સમયે તેને લાગું કરવો સંભવ નથી. બીજેપીની કથની અને કરણીના કારણે આજે દેશ વહેંચાયેલો છે. લોકો પર થોપવામાં આવેલ યૂસીસી માત્ર આ વિભાજનને વધારવાનું કામ કરશે.
ચિદમ્બરમનું કહેવું છે કે યૂસીસી માટે વડાપ્રધાનની મજબૂત તરફેણનો ઉદ્દેશ્ય મોંઘવારી, બેંરોજગારી, હેટ ક્રાઇમ, ભેદભાવ અને રાજ્યોના અધિકારોને નકારવા જેવા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાનું છે. લોકોને સતર્ક રહેવું પડશે.
સુશાસનમાં નિષ્ફળ થયા પછી બીજેપી મતદાતાઓનું ધ્રુવીકરણ કરવા અને આગામી ચૂંટણી જીતવાની કોશિશ કરવા માટે યૂસીસીને લઇને મક્કમ છે.
આ પણ વાંચો- એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ અનેક વખત વિદ્યાર્થીઓને ઇમોશનલ થઇને કહ્યું કે, ભઇ આનાથી દૂર રહેજો