ગુજરાતટોપ ન્યૂઝ

સરાહનીય પ્રયાસ: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કિસ્સા વધ્યા

Text To Speech

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કિસ્સા વધ્યા છે. જેમાં રાજ્યસભામાં MP પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં માહિતી અપાઈ છે. દેશમાં અંગદાનના કિસ્સા 7,519થી વધીને 13,695 થઇ ગયા છે. તેમજ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવાના રસ્તે, 495 ખાનગી સ્કૂલને મંજૂરી

બે વર્ષમાં અંગદાનના કિસ્સાની સંખ્યા 448 થી વધીને 817 થયા

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ થઇ રહ્યો છે, જેના લીધે બ્રેઇનડેડ લોકોના અંગદાન કરવા માટે પરિવારજનો હવે આગળ આવતા થયાં છે. આ વાતને કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીએ કબુલી છે, રાજ્યસભામાં સાસંદ પરિમલ નથવાણીએ અંગદાન અંગે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અંગદાનના કિસ્સાની સંખ્યા 448 થી વધીને 817 થઇ ગઇ છે. તેની સાથે દેશમાં અંગદાનના કિસ્સા 7519 થી વધીને 13,695 થઇ છે.

ગુજરાતમાં જીવિત વ્યક્તિઓ દ્વારા કરાયેલા અંગદાનના કિસ્સાની સંખ્યા વધી

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દેશમાં અંગદાનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં તેમજ ભારતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા અંગદાન થયા છે અને કેટલા લોકોએ અંગદાન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિશે જાણવા માગતા હતા. આ મુદ્દે રાજ્યસભામાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં દુબઇનું કનેકશન સામે આવ્યું

જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પવારે સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં તા.31 ડિસેમ્બર 2022 સુધીમાં અંગદાનના કિસ્સાની સંખ્યા વધીને 817 થઈ ગઈ છે. જે 2020ના વર્ષના અંત સુધીમાં 448 હતી. આ બે વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જીવિત વ્યક્તિઓ દ્વારા કરાયેલા અંગદાનના કિસ્સાની સંખ્યા 345 હતી, જે વધીને 669 થઈ છે.

Back to top button