મૃત પરિવારજનો સાથે વાતચીત? ક્યાં ચાલે છે આવું બિઝનેસ મોડલ?
ચીન, 10 ફેબ્રુઆરી: ભૂત-ભુવાના ઢોંગ કરતા લોકો અને ભૂત-ભુવાને નામે લોકોને ડામ દેવાના કિસ્સા તો આપણે ઘણા જોયા પણ, પરંતુ મૃતકો સાથે વાતચીત કરાવી પૈસા પડાવવાનું કદાચ પહેલી વાર સાંભળ્યું હશે. પરંતુ દુનિયા આખીમાં લોકો સાથે છેતરપિંડીમાં કુખ્યાત ચીનમાં આ ધંધો ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. અને લોકો તેની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે.
આ દિવસોમાં ચીનમાં એક અલગ જ ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં લોકો AI એટલે કે તેમના મૃત સ્વજનોના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(Artificial Intelligence) અવતાર મેળવવા માટે પૈસા ચૂકવી રહ્યા છે. હેંગઝોઉ ડેઇલીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોને “પુનર્જીવિત” કરવામાં AI સેવાઓ અસરકારક છે. લોકો તે સેવાઓ પર 5,000 (US$700) અને 10,000 યુઆન વચ્ચે ખર્ચ કરી રહ્યા છે.
‘ઘોસ્ટ બોટ’ તરીકે ઓળખાય છે
આ અવતારોને ‘ઘોસ્ટ બોટ'(‘Ghost Bot’) તરીકે પણ ઓળખવામાં આવે છે. AI ફર્મ સુપર બ્રેઈનના(Super brain) સ્થાપક ઝાંગ ઝેવેઈએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી મૂળભૂત અવતાર બનાવવામાં સક્ષમ છે જે મૃત વ્યક્તિની વિચારસરણી અને બોલવાની રીતની નકલ કરી શકે છે.
મે 2023 માં પૂર્વી ચીનના જિઆંગસુ પ્રાંતમાં કંપનીની સ્થાપના થઈ ત્યારથી, તેમની ટીમે હજારો પરિવારોને 30 સેકન્ડની ઑડિયો વિઝ્યુઅલ સામગ્રી સાથે તેમના મૃત પ્રિયજનોને ડિજિટલ રીતે પુનર્જીવિત કરવામાં મદદ કરી છે. તેના અડધાથી વધુ ગ્રાહકો વૃદ્ધ માતાપિતા છે જેમણે તેમના બાળકો ગુમાવ્યા છે.
AI હીલિંગ ચેટબોક્સ બનાવે છે
કંપનીના સ્થાપક ઝાંગે જણાવ્યું હતું કે, ‘દરેક ક્લાયન્ટ ની અલગ અલગ જરૂરિયાતો હોય છે. અમે કસ્ટમાઇઝ્ડ કાઉન્સેલિંગ સેવાઓ પ્રદાન કરીએ છીએ, ચીનમાં ઘણા બધા લોકો છે, જેમાંથી ઘણાને ભાવનાત્મક જરૂરિયાતો છે.’
AI હીલિંગ 3D ડિજિટલ માનવ મોડલને(Digital human models) સપોર્ટ કરવા માટે ચેટબોક્સ અને બુદ્ધિશાળી સ્પીકરના ડિજિટલ પોટ્રેટ તેમજ પ્રોફાઇલ ઈમેજ બનાવવા માટે અવાજને ક્લોન કરે છે. ઝાંગની ટીમે 600 થી વધુ પરિવારોને સફળતાપૂર્વક AI હીલિંગ સેવાઓ પ્રદાન કરી છે. તેની ફી 5,000 થી 10,000 યુઆન (રૂ. 60 હજારથી રૂ. 1.16 લાખ) સુધીની છે. તેમણે કહ્યું કે ગ્રાહકોએ મૃતકના ફોટોગ્રાફ્સ, વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ શેર કરવા જરૂરી છે.
આ પણ વાંચો : સમાન નાગરિક ધારો – UCC વિશે તમે જાણવા માગો એ બધું અહીં વાંચો
ચૂંટણી પંચ માર્ચના બીજા સપ્તાહમાં જાહેર કરી શકે છે લોકસભા ચૂંટણીની તારીખો
પાકિસ્તાનમાં રાજકીય ચિત્ર બદલાતા ઈમરાન ખાનને મોટી રાહત, કોર્ટે 12 કેસમાં આપ્યા જામીન