અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું ભવ્ય આયોજન

અમદાવાદ 23 ઓગસ્ટ 2025: ગુજરાતનું અમદાવાદ શહેર આગામી વર્ષે આંતરરાષ્ટ્રીય રમતગમતના ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. 24થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન અમદાવાદના નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ 24 ઓગસ્ટે સાંજે 5:30 વાગ્યે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
આ ચેમ્પિયનશિપમાં ભારતની સ્ટાર વેઈટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ સાઈખોમ સહિત 30 કોમનવેલ્થ દેશોના 291 ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા 2026માં ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર ઇવેન્ટ તરીકે પણ મહત્વની ગણાશે. સ્પર્ધામાં કુલ 144 મેડલ્સ એનાયત કરવામાં આવશે, જેમાં 72 પુરુષ અને 72 મહિલા સ્પર્ધકો માટે દરેક કેટેગરીમાં 24 ગોલ્ડ, 24 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ્સનો સમાવેશ થશે.
આ ઇવેન્ટમાં 100 ટીમ અધિકારીઓ અને 50 આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ (ITOs) સહભાગી થશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન, એશિયન વેઈટલિફ્ટિંગ ફેડરેશન અને કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ફેડરેશનના 20 વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ચેમ્પિયનશિપ ભારતની રમતગમત ક્ષેત્રે વધતી જતી પ્રતિષ્ઠાને ઉજાગર કરશે અને અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર મજબૂત સ્થાન અપાવશે.
આ પણ વાંચો: રાજ્યમાં 1000થી વધુ જગ્યા પર ટ્રાફિક કર્મચારીઓની થશે સીધી ભરતી!












