સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતીય ટીમ છઠ્ઠા દિવસે મેડલની આશા સાથે કોમનવેલ્થ ગેમ્સ 2022માં પ્રવેશ કરશે. કોમનવેલ્થ ગેમ્સ 2022નો પાંચમો દિવસ ભારત માટે શાનદાર દિવસ હતો. ભારતીય ટીમે એ બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતના દિવસની શરૂઆત ઐતિહાસિક લૉન બોલ રમતમાં સુવર્ણ ચંદ્રક જીત સાથે થઈ અને કોમનવેલ્થ ગેમ્સ બેડમિન્ટન મિશ્રિત ટીમ ઈવેન્ટની ફાઇનલમાં સિલ્વર મેડલ સાથે અંત થયો. ભારત હાલમાં 13 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા ક્રમે છે, જેમાં વેઈટલિફ્ટિંગનું મહત્વનું યોગદાન છે.
ભારત બોક્સિંગમાં સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે અને આજે ભારતીય બોક્સર નિખત ઝરીન આજે રિંગમાં ઉતરશે. બોક્સરો ઉપરાંત તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે કરો અથવા મરોની હરીફાઈ હશે. આજે ટીમ બાર્બાડોસ સામે ટકરાશે. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે.
એથ્લેટિક્સ:
- મહિલા શોટપુટ ફાઇનલ: મનપ્રીત કૌર (12.35 PM)
બોક્સિંગ:
- મહિલાઓની 45 થી 48 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: નીતુ ગંગાસ (4.45 કલાકે)
- 48 થી 50 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: નિખાત ઝરીન (રાત્રે 11.15થી)
- 66 થી 70 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: લોવલિના બોર્ગોહેન (બપોરે 12.45થી)
પુરુષ:
- 54 થી 57 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: હુસામુદ્દીન મોહમ્મદ (5.45થી)
- 75 થી 80 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: આશિષ કુમાર (બપોરે 2 વાગ્યાથી)ક્રિકેટ:
- મહિલા T20 ભારત vs બાર્બાડોસ
હોકી:
- મહિલા પૂલ A: ભારત vs કેનેડા (3:30 pm)
- મેન્સ પૂલ B: ભારત vs કેનેડા (સાંજે 6:30)
જુડો:
- મહિલાઓની 78 કિગ્રા ક્વાર્ટર ફાઈનલ: તુલિકા માન (2:30 pm)
- પુરુષોની 100 કિગ્રા પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ: દીપક દેસવાલ (2:30 વાગ્યા)લૉન બોલ્સ:
- પુરૂષ સિંગલ્સ: મૃદુલ બોર્ગોહેન (1 PM અને 4 PM)
- મહિલા ડબલ્સ: ભારત vs નીયુ (1 PM અને 4 PM)
- મેન્સ ફોર: ભારત vs કુક આઇલેન્ડ્સ અને ઇંગ્લેન્ડ (સાંજે 7.30 અને 10.30 કલાકે)
- વિમેન્સ ટ્રિપલ: ભારત vs નીયુ (7.30 PM)