કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટીમમાં સામેલ મહિલા એથ્લીટ ધનલક્ષ્મી અને ઐશ્વર્યા બાબુ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે તેમની ભારતીય ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. બંને એથ્લીટ્સના પ્રતિબંધિત ડ્રગ અંગેના બે ટેસ્ટ પોઝિટીવ આવતા તેમને તત્કાળ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Big blow for ???????? as sprint sensation Dhanalakshmi and triple jump champion Aishwarya Babu test positive for banned substances.
They both will not participate in the upcoming Commonwealth Games, starting on July 29.#IndianAthletes #Athletics #AishwaryaBabu #CWG2022 #B2022 pic.twitter.com/eLDlFMX470
— Women's SportsZone (@WSportsZone) July 20, 2022
ધનલક્ષ્મી અને ઐશ્વર્યા બાબુની ટીમમાંથી હકાલપટ્ટી
કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે. આ ગેમ્સ માટે 322 ભારતીય લોકોની ઘોષણા કરવામાં આવી હતી જેમાંથી 215 એથ્લિટસ છે અને 107 અધિકારી અને સ્પોર્ટ સ્ટાફ શામેલ છે. ડોપ ટેસ્ટમાં શરીરના દરેક ભાગની જાંચ થાય છે અને આ ટેસ્ટ દ્વારા એ જાણવામાં આવે છે કે ગેમ્સમાં સારું પ્રદર્શન કરવા માટે ખેલાડી ક્યાંક ડ્રગ્સનો ઉપયોગ તો નથી કરી રહ્યો ને. 24 વર્ષની ધનલક્ષ્મી કોમનવેલ્થ ગેમ્સમાં 36 સદસ્યો વાળી એથલીટ ટીમનો હિસ્સો હતી. પણ એથ્લિટસ ઇન્ટિગ્રીટી યુનિટ તરફથી વિદેશમાં જે ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં પોજીટીવ આવતા તેને પરત ફરવું પડ્યું હતું.
ડોપ ટેસ્ટમાં શરીરના દરેક હિસ્સાની જાંચ થાય છે
ટીમના કેટલાક પ્રમુખ નામોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્તમાન કોમનવેલ્થ ચેમ્પિયન મનિકા બત્રા, વિનેશ ફોગાટ તેમજ 2018 એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા તજિન્દરપાલ સિંહ તૂર, હિમા દાસ અને અમિત પંઘાલ પણ ભારત તરફથી ભાગ લેશે.