સ્પોર્ટ્સ ડેસ્કઃ કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે વધુ સારું પ્રદર્શન કરતા ભારતીય ટીમે કુલ ચાર મેડલ જીત્યા હતા. આ સાથે મેડલ ટેલીમાં ભારતના કુલ 13 મેડલ છે. ભારતે પાંચમા દિવસે લૉન બૉલ અને ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેઇટલિફ્ટિંગમાં સિલ્વર અને મિક્સ્ડ બૅડમિન્ટન સહિત કુલ 4 મેડલ જીત્યા. લૉન બોલમાં ભારતનો આ પહેલો મેડલ છે. ભારતની મેડલ ટેલીમાં હજુ પણ વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ છે. અત્યાર સુધીમાં કુલ 13 મેડલની મેડલ ટેલ આ પ્રમાણે છે-
રમત | ગોલ્ડ મેડલ | સિલ્વર મેડલ | બ્રોન્ઝ મેડલ |
વેઇટ લિફ્ટિંગ | 3 | 3 | 2 |
જુડો | 0 | 1 | 1 |
બેડમિન્ટન | 0` | 1 | 0 |
ટેબલ ટેનિસ | 1 | 0 | 0 |
લૉન બોલ | 1 | 0 | 0 |
કોમનવેલ્થ ગેમ્સના 6ઠ્ઠા દિવસે 11 મેડલ માટે લડત
કોમનવેલ્થ ગેમ્સના 6ઠ્ઠા દિવસે કુલ 11 ફાઈનલ ઈવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓ મેડલની આશા સાથે રમશે. અત્યાર સુધીમાં 13 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને યથાવત છે. 5માં દિવસે 4 મેડલ જીત્યા છતાં મેડલ ટેલીમાં ભારતનો ક્રમ 4મા દિવસે જેવો જ રહ્યો.