સાક્ષી મલિક અને બજરંગ પુનિયા આજે કોમનવેલ્થમાં બતાવશે દમ, જાણો 8માં દિવસે ભારતનું શેડ્યૂલ
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સનો આજે (5 ઓગસ્ટ) આઠમો દિવસ છે. સાતમા દિવસ સુધી ભારતે 6 ગોલ્ડ સહિત 20 મેડલ જીત્યા છે. જયારે સાતમા દિવસે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
Commonwealth Games day 8 Schedule
આ સિવાય બોક્સિંગમાં ભારતના ખેલાડીઓએ જોરદાર પર્ફોમન્સ બતાવી 7 મેડલ નિશ્ચિત કર્યા છે. હવે આઠમા દિવસે સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના ભારતીય કુસ્તીબાજો મેદાનમાં ઉતરશે. કુસ્તીમાં આજે ક્વોલિફાઇંગ અને મેડલ મેચો યોજાવાની છે. ભારતીય કુસ્તીબાજોએ મેડલ મેચ માટે ક્વોલિફાય થવું પડશે. આઠમા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે પણ તેની સેમી ફાઈનલ મેચ રમવાની છે. આવો જાણીએ 8મા દિવસનું ભારતીય સમયપત્રક…
શુક્રવારના રોજ (દિવસ 8) કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનું શેડ્યૂલ
હોકી:
મહિલા હોકી સેમિ-ફાઇનલ: ભારત વિ ઓસ્ટ્રેલિયા – રાત્રે 10.30
લૉન બોલ્સ:
મહિલા જોડી ક્વાર્ટર ફાઈનલ: ભારત વિ ઈંગ્લેન્ડ – બપોરે 1 વાગ્યે
મેન્સ ફોર્સ ક્વાર્ટર ફાઇનલ્સ: ભારત વિ કેનેડા – 4.30 PM
એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ:
મહિલાઓની 100મી દોડ: રાઉન્ડ 1 – હીટ 2: જ્યોતિ યારાજી – 3.06 PM
વિમેન્સ લોંગ જમ્પ ક્વોલિફાઈંગ રાઉન્ડ: ગ્રુપ A: એંસી અદાપલ્લી – 4.10pm
મહિલાઓની 200 મીટર સેમિ-ફાઇનલ 2: હિમા દાસ – બપોરે 12.53
પુરુષોનો 4X 400m રિલે રાઉન્ડ 1: 4.19 કલાક
બેડમિન્ટન
મહિલા ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ: ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ – બપોરે 3:30)
મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ: સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી
મહિલા સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઈનલ: પીવી સિંધુ, આકર્ષી કશ્યપ
મેન્સ સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઈનલ: કિદામ્બી શ્રીકાંત
સ્ક્વોશ:
મેન્સ ડબલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલ્સ: વેલાવન સેંથિલકુમાર અને અભય સિંહ – સાંજે 5.15 કલાકે
મિક્સ્ડ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલ્સ: દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલ – 12 PM
ટેબલ ટેનિસ:
મિશ્ર ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ: જી સાથિયાન જ્ઞાનસેકરન અને મનિકા બત્રા – 2 PM
મિશ્ર ડબલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ: અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલા – 2 PM
મહિલા સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઈનલ: શ્રીજા અકુલા – બપોરે 3.15 કલાકે
મહિલા સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઈનલ: રીથ ટેનીસન – બપોરે 3.15 કલાકે
કુસ્તી (બપોરે 3:00 વાગ્યે શરૂ થશે)
પુરુષોની ફ્રી સ્ટાઇલ 125 કિગ્રા: મોહિત ગ્રેવાલ
પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા: બજરંગ પુનિયા
પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા: દીપક પુનિયા
મહિલા ફ્રીસ્ટાઇલ 57 કિગ્રા: અંશુ મલિક
મહિલા ફ્રીસ્ટાઇલ 68 કિગ્રા: દિવ્યા કકરાન
મહિલા ફ્રીસ્ટાઇલ 62 કિગ્રા: સાક્ષી મલિક