નવા વર્ષમાં કોમનમેન માટે સારા સમાચાર આવ્યા નથી. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી સામાન્ય લોકોની કમર તોડી રહી છે. નવા વર્ષમાં પણ મોંઘવારીમાં ઘટાડો થવાની આશા નથી. કોમનમેનનુ બજેટ જાન્યુઆરી મહિનામાં બગડી શકે છે. તેનું કારણ ઘઉંના ભાવમાં થનારો વધારો છે. જાન્યુઆરી મહિનામાં ઘઉંના ભાવ 2000 રૂપિયા પ્રતિ ટન વધી શકે છે. ભારતમાં ઘઉંનો સ્ટોક ડિસેમ્બર મહિનામાં છ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં કોઇ નવી સપ્લાય થવાની શક્યતાઓ પણ નથી. આ કારણે ઘઉંની કિંમતોમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.
છ વર્ષના નીચલા સ્તર પર ઘઉંનો સ્ટોક
ડિસેમ્બર મહિનામાં સરકારી ગોડાઉનોમાં રાખેલા ઘઉંનો સ્ટોક છેલ્લા છ વર્ષનો સૌથી ઓછો થઇ ગયો છે. આ કારણે વધતી જતી માંગણી અને ઘટતા જતા સ્ટોરના કારણે તેની કિંમતો રેકોર્ટ ઉંચાઇ પર પહોંચી ગઇ છે. આ મહિનાની શરૂઆતમાં ઘઉંનો સ્ટોક 19 મિલિયન ટન હતો, જે 1 ડિસેમ્બર 2021ના રોજ 37.85 મિલિયન ટન હતો. ડિસેમ્બરમાં હાજર સ્ટોક 2016 પછીનો સૌથી ઓછો સ્ટોક હતો. જ્યારે 2014 અને 2015માં બેક-ટુ-બેક દુષ્કાળના લીધે ઘઉંનું ઉત્પાદન ઘટી ગયુ હતુ અને ઇન્વેંટ્રી 16.5 મિલિયન ટન થઇ ગઇ હતી.
સરકારની પણ મજબુરી
નવા પાકની સપ્લાય ચાર મહિના પછી શરૂ થશે. કિંમતોને સ્થિર રાખવાનું કામ સરકાર માટે અઘરૂ બની રહ્યુ છે. કિંમતોને ઘટાડવા માટે સરકાર એક મહિનામાં 2 મિલિયન ટનથી વધુ જારી કરી શકતી નથી. બજારને વધુ જરૂર છે, કેમકે ખેડુતોનો સપ્લાય લગભગ બંધ થઇ ગયો છે. વેપારીઓ ધીમે ધીમે સ્ટોક જારી કરી રહ્યા છે.
2000 રૂપિયા સુધી વધશે ભાવ
આ વખતે સપ્લાય લાસ્ટ ટાઇમ કરતા ઓછો થયો છે અને સરકારની ફ્રી રેશન સ્કીમ પણ જારી છે. આ કારણે સ્ટોક ઘટ્યો છે. કિંમતોમાં તેજી જળવાયેલી છે. કોમોડિટીના જાણકારો કહે છે કે જાન્યુઆરી મહિનામાં ઘઉંની કિંમતોમાં 2000 રૂપિયા પ્રતિ ટનનો વધારો થઇ શકે છે. તેનો અર્થ એ છે કે ઘઉંના ભાવ 29,000 ટનની આસપાસ પહોંચી જશે. જોકે રેકોર્ડ વાવણીના કારણે રેકોર્ડ સપ્લાય આવવાની શક્યતા છે આ કારણે એપ્રિલ મહિના પછી કિંમતો ઘટી પણ શકે છે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે અમદાવાદની મુલાકાતે