ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે સમિતિઓની કરાઈ રચના

Text To Speech
  • અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
  • યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટ, સેપ્ટ યુનિવર્સિટીના સભ્ય રહ્યા ઉપસ્થિત

બનાસકાંઠા 09 જુલાઈ 2024 : ​​શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12-સપ્ટે. થી 18 સપ્ટે. 2024 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે. રાજ્ય સરકારના શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિવિધ જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવવામાં આવી છે.

જે અંતર્ગત આજરોજ મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિર ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટ, સેપ્ટ યુનિવર્સિટીના સભ્યો અને સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઇ હતી.


આ બેઠકમાં આગામી ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રીલક્ષી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં પાર્કિંગ, ભોજન, સફાઈ, હંગામી બસ સ્ટેન્ડ જેવી બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરી આયોજન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું. બેઠકના અંતે અંબાજી થી દાંતા, હડાદ, ગબ્બરના માર્ગો પર સમગ્ર ટીમ સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી જરૂરી વ્યવસ્થાઓ અને દિશાનિર્દેશ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં દાંતા પ્રાંત અધિકારી સુશ્રી સિધ્ધી વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ડો.જિગ્નેશ ગામીત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા ભારત વિકાસ દ્વારા ટ્રાફિક પોલીસ અને T.R.B. જવાનોને રેઇનકોટ અપાયા

Back to top button