નવા જાહેર કરાયેલા 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરની નિયુક્તિ કરાઈ
ગાંધીનગર, 1 જાન્યુઆરી : રાજ્ય સરકારે નવા જાહેર કરેલા 9 મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી અસ્તિત્વમાં આવ્યા છે ત્યારે આ તમામ 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામા આવ્યો છે.
કઈ મનપાના કોણ હશે કમિશનર ?
રાજ્ય સરકારે કરેલી નિયુક્તિ અનુસાર મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારેની નિમણૂક કરવામાં આવી છે તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપનાની નિયુક્તિ કરવામાં આવી છે. નડિયાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂક, વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગશ ચૌધરીને મુકવામાં આવ્યા છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, ત્યારે સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જી.એચ.સોલંકી, નવસારીમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરી, પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ.પી.પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી છે અને આ નવી મનપા આજથી જ અસ્તિત્વમાં આવશે.
આ પણ વાંચો :- પૂર્વ PM મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકારે આપ્યા વિકલ્પ, પરિજનો સાથે થઈ ચર્ચા