ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023નેશનલ

નવરાત્રીનો પ્રારંભ : દેશભરના વિવિધ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા

  • માતાજીના પ્રથમ નોરતે દેશભરના મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભીડ
  • દેશભરના વિવિધ મંદિરો જય ઘોષના નાદથી ગુંજી ઉઠયા

નવલી નવરાત્રીના પાવન પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે દેશભરના મંદિરોમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. દેશભરના વિવિધ મંદિરોમાં માતાજીના પ્રથમ નોરતે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી તેમજ માતાજીના મંદિરો જય ઘોષના નાદથી ગુંજી ઉઠયા હતા. નવરાત્રીના આ પર્વ પર માં દુર્ગાના 9 સ્વરૂપોની ભક્તિભાવ પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. સનાતન ધર્મમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ છે. જેમાં મંદિરોથી લઈને પૂજા પંડાલ અને ઘરની બહાર દરેક જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માં દુર્ગાના સ્વરૂપ એવા દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

પ્રથમ નોરતે દેશભરના વિવિધ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ 

જમ્મુ અને કાશ્મીરના કટરામાં નવરાત્રીના પ્રથમ દિવસે પ્રાર્થના કરવા માટે માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જતા મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા. આ અવસરે કટરામાં માતા વૈષ્ણો દેવીનું મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો મુંબઈના મુમ્બા દેવી મંદિરમાં ભક્તો પ્રાથના કરતાં જોવા મળ્યા હતા. નોરતાના પ્રથમ દિવસે દિલ્હીના છત્તરપુર મંદિર, કાલકાજી મંદિર,ઝંડેવાલન મંદિર, ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા અષ્ટભુજી માતાના મંદિર, પ્રયાગરાજના મા દુર્ગા મંદિર, ગુજરાતના સુરતમાં આવેલું અંબિકા નિકેતન મંદિર, ગાઝિયાબાદના પ્રાચીન માતા બાલા સુંદરી મંદિર, હરિયાણાના પંચકુલાના મનસા દેવીના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

હરિયાણાના મુખ્યમંત્રીએ કરી પૂજા-અર્ચના

હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર અને વિધાનસભાના સ્પીકર જ્ઞાનચંદ ગુપ્તા નવરાત્રીના પહેલા દિવસે માતા મનસા દેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી તો ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.

આ પણ જાણો :નવરાત્રીના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ પર ભક્તોનું ઘોડાપુર

Back to top button