ગુજરાતધર્મ

ગૌધામ પથમેડાના શ્રી દત્તશરણાનંદજી મહારાજની ગૌ મંગલ યાત્રાનો પ્રારંભ

Text To Speech

પાલનપુર, રાજસ્થાનથી નીકળેલી ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા શહેરમાં ઠેર ઠેર સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા. અને બાદમાં ડીસા માર્કેટયાર્ડ ખાતે શ્રી દત્તશરણાનંદજી મહારાજે ગૌ ભકતોને આશીર્વચન પાઠવ્યા હતા.

રાજસ્થાન સ્થિત શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાના સ્થાપક પરમ ભાગવત ગૌ ઋષિ શ્રી દત્તશરણાનંદજી મહારાજ ચાતુર્માસ પ્રસંગે ગૌ મંગલ યાત્રા સાથે અમદાવાદ જઈ રહ્યાં છે. ત્યારે ગૌ મંગલ યાત્રા ડીસા આવી પહોંચતા વિશાળ ગૌભકતોએ બાઈક રેલી દ્વારા ગૌ યાત્રાનું સ્વાગત કરી શહેરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરતા ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા. ગૌમાતા ના જય જયકારથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. યાત્રા ડીસા માર્કેટયાર્ડમાં પ્રવેશ કરતા જ ચેરમેન માવજીભાઈ દેસાઈ, વાઈસ ચેરમેન કરશનભાઈ પટેલ, સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ અરજણભાઈ પટેલ સહિત વેપારીઓ, ગુમાસ્તા અને હમાલ-તોલાટ ભાઈઓ દ્વારા યાત્રાનું ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

deesa padyatra

શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ના રામરતનજી મહારાજને ચેરમેન માવજીભાઈ દેસાઈ, કરશનભાઈ પટેલ અને અમૃતભાઈ જોષીના હસ્તે રૂપિયા પાંચ લાખના અનુદાનનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી દત્તશરણાનંદજી મહારાજ એ એપીએમસી માં ઉપસ્થિત ગૌભકતોને આશીર્વાદ પાઠવ્યા હતાં.

Back to top button