કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના સાંસદની કોમેટથી રાજકારણમાં ભડકો! કહ્યું- “પક્ષના સિનિયર નેતાએ મારા કરોડો રૂપિયા દબાવ્યા”

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની એક પોસ્ટથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. રામભાઈ મોકરિયાએ પોસ્ટ કરી છે કે , “ભાજપના એક ખુબ જુના નેતા મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી “મે રુપિયા આપ્યાં છે તેના પુરાવા પણ મારા પાસે છે”.

રામ મોકરિયાએ ભાજપના સિનિયર નેતા પર લગાવ્યો આક્ષેપ

રાજકોટમાં રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેઓઓએ સોશિયલ મીડિયામા એક પોસ્ટ કરી છે જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. રામ મોકરિયાએ એક સિનિયર ભાજપી નેતા સામે આક્ષેપ કર્યો કે, ભાજપના એક જૂના અને સિનિયર નેતા મારા રૂપિયા પાછા આપી નથી રહ્યાં. તેમની નીતિ ખૂબ જ ખરાબ છે. તેમજ તેમની પાસે પુરાવા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. અને લ્ખ્યું છે કે જરૂર જણાશે તો હું આવનારા દિવસોમાં વધુ પુરાવા સાથે ખુલાસા કરીશ.રામ મોકરિયાએ કોઈનું નામ લીધુ નથી પરંતુ આડકતરી રીતે તેઓએ પોતાના રૂપિયા પાછા મેળવવા માટે આ યુક્તિ અપનાવી છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

રામભાઈ મોકરિયાએ શું કહ્યું ?

રામ મોકરિયાએ ભાજપના નેતા પર આક્ષેપ કરતા કહ્યું કે, ” ભાજપના એક સિનીયર નેતા મને મારા રૂપિયા પરત આપી નથી રહ્યા. વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથઉછીના પેટે અલગ-અલગ મોટી રકમ આપી છે, જે પરત આપવામાં તે આનાકાની કરી રહ્યા છે.મે અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માગણી કરી,તેમજ અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ તેઓ રૂપિયા પરત આપતા નથી. મારા રુપિયા પરત નથી આપી રહ્યા તે ખૂબ જ જુના રાજકારણી છે. તેઓ અબજોપતિ છે છતાં તેમની નીતિ અને નિયત ખૂબ જ ખરાબ છે”.

રામ મોકરિયા-humdekhengenews

રામ મોકરિયાએ નામ ન લીધું

વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ નેતા ભાજપના પીઢ નેતા છે અને હાલમાં જ રાજ્ય બહાર તેઓ નિવૃત થયાં છે.તેઓ 1980 થી રાજકારણમાં સક્રિય થયા હતા અને તાજેતરમાં છેલ્લે ગુજરાત ભારથી તેઓ નિવૃત થયા છે. આમ તેઓએ ભાજપના સિનિયર નેતા પર આક્ષેપ કર્યો છે. પરંતુ હજુ સુધી આ નેતાનું નામ નથી લીધું પરંતુ તેમના આક્ષેપથી રાજકારણમાં ભળભળાટ મચી જવા પામ્યો છે.

રુપિયા આપ્યાના પુરાવા રજૂ કરવા તૈયાર

વધુમાં રામ મોકરિયાએ જણાવ્યું કે “મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ મારી પાસે છે. આવતા દિવસોમાં જરૂર જણાયે પુરાવા સાથે ખુલાસા કરીશ”. ત્યારે હાલ તો રામભાઈની એક ટીપણી એ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને અંગત રીતે આપેલ રૂપિયામાં પરત અપાવવા ભાજપ પાર્ટી અને સરકાર તેમને મદદ કરશે કે કેમ તે જોવું રહ્યું.

આ પણ વાંચો : અમદાવાદ : S G હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતા બંનેનું મોત

Back to top button