મનોરંજન

સતીષ કૌશિક‌ મૃત્ય હાર્ટ એટેક કે હત્યાની અટકળો વચ્ચે કોમેડી શો ‘પોપ કૌન’ નું ટ્રેલર રિલીઝ

બોલીવૂડ અભિનેતા અને ડિરેક્ટર સતીષ કૌશિકના મૃત્યુથી સૌ કોઈ આઘાતમાં છે. પરંતુ આ મૃત્યુ હાર્ટ એટેકથી થયું કે એના પાછળ બીજા કોઈને હાથ છે એ એક પ્રશ્ન ઉભો થાય છે. દિલ્હી પોલીસે આ મૃત્યુ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સતીષ કૌશિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. તો બીજી બાજુ તેમને શ્રધાંજલિ રૂપે તેમનો કોમેડી શો ‘પોપ કૌન‘ રીલીઝ કરવામાં આવ્યો છે. સતીષ કૌશિક જતા-જતા પણ હસાવતા ગયા.

પોલીસને ફાર્મ હાઉસમાંથી શંકાસ્પદ દવાઓ મળી

બોલીવૂડ પ્રતિભાશાળી અભિનેતા ડિરેક્ટર સતીષ કૌશિક મૃત્યુ કેસમાં દિલ્હી પોલીસને શંકાસ્પદ દવાઓ મળી છે. દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે દિલ્હી પોલીસની ટીમે ફાર્મ હાઉસમાં જઈને તપાસ કરી તો પોલીસને કેટલીક ‘શંકાસ્પદ દવાઓ’ મળી આવી હતી. આ પછી, પોલીસ સતીષ કૌશિકના વિગતવાર પોસ્ટ મોર્ટમ અને વિસેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ પછી જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે કે હાર્ટ એટેક છે કે કોઈનું ષડ્યંત્ર.

આ પણ વાંચો : જાણો કેમ કરાયું એક્ટર સતીષ કૌશિકનું પોસ્ટમોર્ટમ ? મોતનું કારણ હાર્ટ એટેક કે બીજું કંઈક…

પોલીસે હોલો પાર્ટીમાં આવનાર મહેમાનોની યાદી તૈયાર કરી

પોલીસને શંકાસ્પદ દવાઓ મળતા પોલીસે હોળી પાર્ટીમાં આવેલા મહેમાનોની યાદી પણ તૈયાર કરી છે, જેઓ તે સમયે ફાર્મહાઉસમાં હાજર હતા. પોલીસ સતીષ કૌશિકના મૃત્યુ બાદ ફરાર થયેલા ઉદ્યોગપતિની પણ પૂછપરછ કરવા માંગે છે. પોલીસ દ્વારા તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ફોર્મ હાઉસમાંથી મળી આવેલી શંકાસ્પદ દવાઓના પેકેટ કોના માટે અને શા માટે આવ્યા હતા? શું તેને સતીષ કૌશિશ સાથે કોઈ સંબંધ હતો?

આ પણ વાંચો : ‘મુત્થૂ સ્વામી’ તો ક્યારેક ‘કૅલેન્ડર’ બનીને હસાવ્યા, જાણો સતીષ કૌશિકની અજાણી વાતો વિશે

સતીષ કૌશિક દિલ્હીમાં મિત્રની હોલો પાર્ટીમાં આવ્યા હતા

સતીષ કૌશિક હોલો પાર્ટી માટે દિલ્હીમાં એક મિત્રના ફાર્મ હાઉસ પર આવ્યો હતો. આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. તબીબોના મતે અભિનેતા સતીષ કૌશિકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. સતીષ કૌશિકના અણધાર્યા મૃત્યુથી સમગ્ર ફિલ્મ જગત સદમામાં છે. હમેશા હસતા અને હસતા રહેતા સતીશ કૌશિશ હવે આ દુનિયામાં નથી એ વાત કોઈ માની શકતું નથી. સતીશને વિદાય આપવા સલમાન ખાન, અનુપમ ખેર, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિત બી-ટાઉનના તમામ સ્ટાર્સ તેમના ઘરે પહોંચ્યા હતા.

Pop Kaun' Trailer: Kunal Kemmu, Satish Kaushiik, Rajpal Yadav, Johnny  Lever, Chunky Panday And Saurabh Shukla starrer 'Pop Kaun' Official Trailer  | Entertainment - Times of India Videos

કોમેડી શો ‘પોપ કૌન’ રિલીઝ કરવામાં આવ્યો

ડિઝની પ્લસ હોટસ્ટારના નવા કોમેડી શો ‘પૉપ કૌન’નું ટ્રેલર શુક્રવારે અભિનેતા સતીષ કૌશિકને શ્રદ્ધાંજલિ રૂપે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ કોમેડી સિરીઝમાં કુણાલ ખેમુ, રાજપાલ યાદવ, સૌરભ શુક્લા, નુપુર સેનન, જોની લીવર, ચંકી પાંડે અને જેમી લીવર પણ સામેલ છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચાહકોએ સતીશ કૌશિક યાદ આવી ગયા. ટ્રેલરમાં, એક ચાહક કેન્ટ્સ દ્વારા તેના પ્રેમની વર્ષા કરતો જોવા મળ્યો હતો. એક યુઝરે લખ્યું, “હું સતીષ કૌશિક સરને ખરેખર મિસ કરીશ. તેઓ મહાન હતા. તેમણે વિદાય આપતા સમયે પણ અમારા ચહેરા પર સ્મિત અને ઘણું હાસ્ય છોડવાનો પ્રયાસ કર્યો. ખૂબ પ્રેમ.” અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘છેવટે શ્રેષ્ઠ કોમેડિયન સાથેની કોમેડી ફિલ્મ. તમને યાદ કરશે સતીષ જી.

આ પણ વાંચો : Cardiac Arrest અને Heart Attack વચ્ચે શું છે ફર્ક? ચેતો આ ખતરનાક રોગથી!

શો વિશે વધુ વાત કરતા, ડિરેક્ટરે એક નિવેદનમાં કહ્યું, “કોમેડી સ્પેસમાં ઘણી ફિલ્મો કર્યા પછી, હું આ શૈલી સાથે એક અલગ ફોર્મેટ શોધવા માંગતો હતો અને કોમેડીના તમામ દિગ્ગજોને એકસાથે લાવવા માંગતો હતો. પૉપ કૌન સાથે દરેક પેઢીના દર્શકો માટે એક મનોરંજક ફેમિલી બિન્ગ-વોચ શો બનવવાનો વિચાર હતો.તમને જણાવી દઈએ કે સતીષ કૌશિકનું બુધવારે ગુરુગ્રામ ખાતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું અને ગુરુવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Back to top button