વર્લ્ડ

આવો મિત્ર વિશ્વને આપણી તાકાત બતાવીએ કહીં જિનપિંગને મુલાકાત માટે પુતિનનું આમંત્રણ

યુક્રેન યુદ્ધને લઈને પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. પુતિને જિનપિંગને રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું અને કહ્યું, ‘અમે પ્રિય મિત્રની મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે આખી દુનિયાને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રશિયા-ચીનની તાકાત બતાવીશું.

ક્યાં મુદ્દાઓ ઉપર કરાઈ ચર્ચા ?

વિશ્વના બે શક્તિશાળી ડાબેરી દેશોના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શુક્રવારે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન પુતિન અને જિનપિંગે દ્વિપક્ષીય સંબંધો, સૈન્ય સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રશિયાના સરકારી ટેલિવિઝન પર બંને નેતાઓ વચ્ચેની વાતચીતનું આઠ મિનિટનું પ્રારંભિક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. “પ્રિય રાષ્ટ્રપતિ, પ્રિય મિત્ર, અમે આગામી દિવસોમાં તમારી મોસ્કોની સત્તાવાર મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ,” તેમ પુતિને નિવેદનમાં જણાવ્યું હતું.

જિનપિંગની મુલાકાતની તારીખ નક્કી નથી

આ સમગ્ર વિશ્વને મુખ્ય મુદ્દાઓ પર રશિયા-ચીન સંબંધોની તાકાત બતાવવાની તક હશે. મારો ઉદ્દેશ્ય ચીન સાથે સૈન્ય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. વિશ્વના મહાસત્તા દેશોના વડાઓ વચ્ચે નક્કર અને રચનાત્મક સંવાદ થયો. જોકે, શી જિનપિંગની મોસ્કો મુલાકાત માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

વિશ્વની સ્થિતિ મુશ્કેલ છેઃ જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે પુતિનને પોતાના નિવેદનમાં કહ્યું કે તેઓ રશિયા સાથે વ્યૂહાત્મક સહયોગ વધારવા માટે તૈયાર છે. તેમણે વિશ્વની વર્તમાન સ્થિતિને મુશ્કેલ ગણાવી હતી. જિનપિંગે કહ્યું કે યુક્રેન પર શાંતિ મંત્રણાનો માર્ગ સરળ નહીં હોય. ચીનનું ઉદ્દેશ્ય અને ન્યાયી વલણ જાળવવામાં આવ્યું છે. ચીની મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જિનપિંગે પુતિનને કહ્યું કે બેઇજિંગ અને મોસ્કો વચ્ચે આંતરરાષ્ટ્રીય બાબતોમાં ગાઢ સંકલન અને સહયોગ હોવો જોઈએ. યુક્રેન પર વાતચીતમાં સામેલ થવાની રશિયાની ઈચ્છા પર ભાર મૂકતા તેમણે આ વાત કહી હતી.

તાઈવાન મામલે રશિયાએ ખુલ્લેઆમ ચીનનું સમર્થન કર્યું 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ચીન યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવાથી બચી રહ્યું છે પરંતુ શાંતિની જરૂરિયાત પર ભાર આપી રહ્યું છે. આ ચીન-તાઈવાન વિવાદ પર રશિયાના વલણથી તદ્દન વિપરીત છે. તાઈવાન મામલે રશિયાએ ખુલ્લેઆમ ચીનનું સમર્થન કર્યું છે. રશિયાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમી દેશો સ્વ-શાસિત ટાપુ પર તણાવ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Back to top button