Swiggyમાં ડિલીવરી બૉય તરીકે કામ કરીને કોલેજની ફી ભરી, વિદ્યાર્થીએ જણાવી પોતાની કમાણી


HD ન્યુઝ ડેસ્ક : એક 20 વર્ષીય વિદ્યાર્થીની રેડિટ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેણે રાત્રે સ્વિગી માટે ડિલિવરી એજન્ટ તરીકે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. પોસ્ટમાં તેણે જણાવ્યું કે તેણે પહેલા પોકેટ મની માટે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ બાદમાં કોલેજની ફી ભરવા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેણે એ પણ જણાવ્યું કે તે કોમ્પ્યુટર સાયન્સ, જર્મન અને બીએ (હોન્સ) સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે.
ask-me-anything sessionમાં પ્રશ્નો પૂછ્યા
એક અહેવાલ મુજબ, તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, શરૂઆતમાં કામ કરવાનો હેતુ થોડી પોકેટ મની કમાવવાનો હતો, પરંતુ પછીથી મેં કોલેજની ફી પણ ભરવાનું શરૂ કર્યું. જ્યારે યુઝરે તેની Reddit પોસ્ટમાં ‘આસ્ક-મી-એનિથિંગ સેશન’ રાખ્યું, ત્યારે અન્ય યુઝર્સે તેમને સ્વિગીમાં કામ કરવાના તેમના અનુભવો વિશે પ્રશ્નો પૂછ્યા.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
કેટલી કમાણી કરી?
વિદ્યાર્થીએ જણાવ્યું કે સ્વિગીમાં ડિલિવરી એજન્ટ તરીકે કામ કરીને તે દર મહિને 6,000-8,000 રૂપિયા કમાય છે. તેણે જણાવ્યું હતું કે તેણે 7-23 ફેબ્રુઆરી વચ્ચે 4 કલાક અને 46 મિનિટ કામ કરવા માટે રૂ. 722, ફેબ્રુઆરી 0-16 વચ્ચે 10 કલાક કામ કરવા માટે રૂ. 1,990, જ્યારે 3 ફેબ્રુઆરીથી શરૂ થતા સપ્તાહમાં 19.5 કલાક કામ કરવા માટે રૂ. 3,117 કમાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પેટ્રોલ પર દરરોજ 100-150 રૂપિયાનો ખર્ચ થતો હતો. આ સાથે તેણે જણાવ્યું કે ગ્રાહક રેટિંગને કારણે ઓર્ડર ઝડપથી મળે છે અને પેમેન્ટ પણ સારું થાય છે. કોલેજ સ્ટુડન્ટે એ પણ જણાવ્યું કે તેણે 28 મિનિટમાં 8.4 કિમીની મુસાફરી કરીને 23 રૂપિયા કમાયા હતા, જેમાં 10 રૂપિયા મુસાફરી ખર્ચ અને 13 રૂપિયા બોનસ હતા.
આ પણ વાંચો : ખુશખબર: ખેડૂતોના બેન્ક અકાઉન્ટમાં આજે 2000 રુપિયાનો હપતો આવશે, પીએમ મોદી આજે જાહેર કરશે