ગુજરાતમનોરંજન

ગુજરાત કેડરમાં IAS મહિસાગરના કલેકટર ડૉ.મનીષ બંસલના અનોખા ગીત “મોજીલુ મહિસાગર” ધુમ મચાવી

Text To Speech

દુનિયાના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે વિશ્વ ટૂરિઝ્મ દિવસ ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ આ દિવસની શરૂઆત કરી હતી. વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીમાં ઘણા દેશોના પ્રવાસન બોર્ડ સામેલ છે, જેઓ તેમના શહેરો, રાજ્યો અથવા દેશોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આકર્ષક ઑફર્સ શરૂ કરે છે.

 

ગુજરાત કેડરમાં IAS ઓફિસરનું એક ગીત લોન્ચ કરવામાં આવ્યું

જેમાં અમદાવાદ ખાતે વિશ્વ ટૂરિઝ્મ દિવસ ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. તેમાં MBBS ભણી ડોક્ટર થયેલા ગુજરાત કેડરમાં IAS ઓફિસરનું એક ગીત લોન્ચ કરવામાં આવ્યું હતુ. ડૉ.મનીષ બંસલ IAS તો છે. તેની સાથે તેઓ ગીતકાર, ફ્રીસ્ટાઈલ ડાન્સર, અભિનેતા અને કવિ પણ છે. વિવિધ પ્રવૃત્તિઓ સાથે કાર્યરત તેઓ શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે પ્રભાવશાળી વક્તા પણ રહી ચુક્યા છે. જેમાં વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણીમાં મહિસાગરના કલેકટર એવા ડૉ.મનીષ બંસલ IAS દ્વારા મોજીલો મહિસાગર ગીત લોન્ચ કર્યું હતુ. જે ગુજરાતની જનતાને ખૂબ જ ગમી રહ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. અને મોજીલો મહિસાગર ગીતની ભરપૂર મજા માણી હતી. તથા યુટ્યૂબ પર મોજીલો મહિસાગર ગીત ધૂમ મચાવી રહ્યું છે.

જાણો વિશ્વ ટૂરિઝ્મ દિવસનો ઈતિહાસ

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વિશ્વ પ્રવાસન દિવસની શરૂઆત સૌપ્રથમ 1980માં કરવામાં આવી હતી. તેની તારીખ 27 સપ્ટેમ્બર તરીકે પસંદ કરવામાં આવી હતી. કારણ કે 1970માં આ દિવસે UNWTOને માન્યતા આપવામાં આવી હતી. UNWTOને આપવામાં આવેલી માન્યતા ખરેખર વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ ગણાય છે.

વિશ્વ પ્રવાસન દિવસ 2022નો યજમાન દેશ ઈન્ડોનેશિયા હતો. ઈન્ડોનેશિયા એક એવો દેશ છે જે તેના ઉત્તમ હોસ્પિટાલિટી માટે જાણીતો છે. પ્રવાસનને અહીં આવકનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. પ્રવાસન દિવસની ઉજવણીનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો, પરંતુ 1997માં UNWTOએ નક્કી કર્યું કે દર વર્ષે વિશ્વ પ્રવાસન દિવસનું યજમાન દેશ અલગ હશે.

Back to top button