કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

ઘેલા સોમનાથ મહાદેવ મંદિરને લઈને કલેક્ટરે આપ્યો આ નવો આદેશ

Text To Speech

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં આવતા શિવભક્તો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા જળાભિષેક માટે ચાર્જ લેવાનો નિર્ણય પાછો ખેચવામાં આવ્યો છે. જેથી થોડા સમય પહેલા ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં જળાભિષેક કરવા માટે ચાર્જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતું ભક્તોની દ્વારા તેનો વિરોધ કરાતા આ આદેશ પાછો ખેંચવામાં આવ્યો છે.

નાયબ કલેક્ટરે આપ્યો આદેશ

થોડા સમય પહેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક માટે 351 રૂપિયા ચાર્જ વસુલવાનો નાયબ કલેક્ટરે આદેશ આપ્યો હતો. જેને લઈને શીવ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને લોકો દ્વારા કલેક્ટરના આ આદેશનો વિરોધ કરાતા શીવભક્તો સામે નાયબ કલેક્ટરે નમતું મેલવું પડ્યું છે. અને ફરી નાયબ કલેક્ટરે નવો આદેશ જાહેર કરી ચાર્જ નહી વસુલવાના મંદિરને આદેશ આપ્યા છે.

ઘેલા સોમનાથ-humdekhengenews

લોકો દ્વારા કરાયો હતો વિરોધ

ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં મહાદેવને જળાભિષેક કરવા માટે ચાર્જ વસુલવાના નિર્ણય કરાતા શિવભક્તોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ નિર્ણયને લઈને ત્યાંના સ્થાનિક લોકોએ કહ્યું હતુ કે, મંદિર અને તંત્રનો નિર્ણય ધર્મ વિરૂદ્ધ અને ખોટો છે. આ મંદિર એક યાત્રાધામ છે અને નાના માણસો પાસેથી જળાભિષેક માટે ચાર્જ લેવો તે યોગ્ય નથી. અને લોકોએ તેનો વિરોધ કરાતા જણાવ્યું હતું કે ઘેલા સોમનાથ મંદિરે હજારો ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા આવતા હોય છે. જેથી અહી આવતા ભક્તોને મહાદેવની પૂજા-અર્ચના અને જળાભિષેક માટે કોઈ ચાર્જ હોવો જોઈએ નહી.

આ પણ વાંચો :પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ

Back to top button