ભાજપ આશ્રિત ભૂમાફિયાઓના હિતાર્થે સરકારનું ભેદી મૌન છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કલેક્ટરે બિલ્ડિંગ તોડાવ્યું, ભાજપ આશ્રિતે પાછુ બાંધ્યુ છે. આ પ્રકારના સવાલોથી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારને ઘેરી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટનું સ્વપ્નું દેખાડતી સરકાર ધોલેરામાં રૂપિયા 100 કરોડની 4,60,358 ચો.મી. સરકારી જમીનના એકથી વધુ વખત વેચાણમાં કેમ ચૂપ છે ? તપાસ માટે રચેયલી SITના રિપોર્ટનું શું થયું ? આ વેધક સવાલોથી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારને ઘેરી હતી. અલબત્ત મહેસૂલ વિભાગની ચર્ચાને અંતે પ્રાભરી મંત્રીએ તેનો ફોડ પાડયો નહતો.
આ પણ વાંચો: ગુજરાત સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવાના રસ્તે, 495 ખાનગી સ્કૂલને મંજૂરી
કૌભાંડ માટે અમદાવાદ કલેક્ટરે SIT પણ રચી
ધોલેરાના ગામડાઓમાં વર્ષ 2014થી 2021 દરમિયાન રાજકીય આગેવાનો, અધિકારીઓની સાંઠગાંઠમાં ભૂમાફિયાઓ રચેલા આ કૌભાંડ માટે અમદાવાદ કલેક્ટરે SIT પણ રચી હતી. જેનો 15 દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયુ હતુ. અંદાજે 600થી 700 ચો.મી.ના ટુકડા કરીને થયેલા વેચાણને કારણે ઉક્ત છ વર્ષોમાં હજારો દસ્તાવેજો નોંધાયા હતા. ધોલેરાના તત્કાલિન સબરજિસ્ટ્રારે તો ભીમતળાવ ગામમાં મિલકતોના વેચાણ દસ્તાવેજો કર્યાની માહિતી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યુ હતુ.
આ પણ વાંચો: ગુજરાત: ખાલીસ્તાન આતંકી ધમકી કેસમાં દુબઇનું કનેકશન સામે આવ્યું
સૌથી ભ્રષ્ટ વિભાગો પૈકીનો એક વિભાગ એ મહેસૂલ વિભાગ
મહેસૂલ વિભાગ પુરક માંગણી પરની ચર્ચામાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ કૌભાંડ કોના લાભાર્થે થયુ ? તેનો જવાબ સરકાર અહીં આપે. અમદાવાદ શહેરના અસારવા તાલુકાના સરદારનગરના સિટી સર્વે નંબર 2346 માટે કલેક્ટરે ”આ તો સરકારી જમીન છે” એવો હુકમ કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ સર્વે નંબરમાં ઊભું થયેલુ બિલ્ડિંગ વર્ષ 2021માં તોડી પણ પાડયુ. આ કાર્યવાહીના બીજા જ વર્ષે ત્યાં ભાજપ આશ્રિત આગેવાને કોમ્પલેક્સ ઊભું પણ કરી નાંખ્યુ !
અહી પણ રૂપિયા 100 કરોડથી વધારે રકમની પ્રોપર્ટી સરકારી જમીન ઉપર બને, એ બારોબાર વેચાઈ જાય અને સરકારને ખબર ન હોય એ લેન્ડ ગ્રેબીંગ માટેના કલેક્ટર ઓર્ડર કરે પણ સરકારી તંત્રની હિંમત ના હોય કે ત્યાં આગળ જઈ એક ઈંટ પણ આઘીપાછી થાય. મહેસૂલ વિભાગ આવી રીતે જ ચાલે છે. એટલે જ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એમને કહેવું પડયું હતું કે સૌથી ભ્રષ્ટ વિભાગો પૈકીનો એક વિભાગ એ મહેસૂલ વિભાગ છે.