નેશનલ

વિકાસને સતત બનાવી રાખવાની આપણી સહિયારી જવાબદારી: G20ની બેઠકમાં PM મોદી

Text To Speech

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી20ની બેઠકમાં દેશવાસીઓને કહ્યું છે કે વિકાસને સતત બનાવી રાખવાની આપણી બધાની સહિયારી જવાબદારી છે. ભારત પોતાના અનુભવને શેર કરવા માટે તૈયાર છે. પર્યાવરણ પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. આપણે નદીઓ, વૃક્ષોનું સન્માન કરીએ છીએ. આ બેઠક વારાણસીમાં થઈ રહી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, લૈગિંક સમાનતા ખુબ જ જરૂરી છે.

પીએમ મોદીએ G20ની બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે આપણી કોશિશ વ્યાપક, સમાવેશી, નિષ્પક્ષ અને ટકાઉ હોવી જોઈએ. ભારતમાં અમે 100થી વધારે આકાંક્ષી જિલ્લાઓમાં લોકોના જીવનને સુધારવાની કોશિશ કરી છે, જે અવિકસિત હતી. મને ખુશી છે કે જી-20નો વિકાસ એજેન્ડા કાશી સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક દક્ષિણ માટે વિકાસ એક મુખ્ય મુદ્દો છે. મારો દઢ વિશ્વાસ છે કે આ આપણી સામૂહિક જવાબદારી છે કે આપણે સતત વિકાશના લક્ષ્યોને પાછળ જવા દઇએ નહીં. આપણે તે સુનિશ્ચિત કરવું પડશે કે કોઈપણ પાછળ રહી જાય નહીં.

જી20 વિકાસ મંત્રીઓની બેઠકને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડેટા વિભાજનને વહેંચવામાં મદદ કરવા માટે ટેકનોલોજીનો લોકશાહીકરણ એક મહત્વપૂર્ણ સાધન છે. ભારતમાં ડિજિટાઈઝેશનથી ક્રાંતિકારી ફેરફારો થયા છે. ભારત પોતાના પાર્ટનર દેશો સાથે તેના અનુભવો શેર કરવા તૈયાર છે.

Back to top button