
ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં પોરબંદર, રાજકોટ, કચ્છમાં કોલ્ડવેવની આગાહી છે. તથા આગામી 48 કલાક કોલ્ડવેવની અસર રહેશે. તેમજ ઠંડીથી બચવા સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તથા રાજ્યભરમાં કાતિલ ઠંડીનો વર્તારો રહેશે. જેથી શીત લહેર દરમિયાન લોકોએ શું અનુસરવું તે જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બાળકો અને વડીલોએ ઠંડીમાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

કોલ્ડવેવ દરમિયાન લોકોએ શું અનુસરવું તે જાણો:
• આંગળીઓ વાળા ગ્લોવ્સ કરતા મીટન્સ (આંગળીઓ વિનાના) પસંદ કરો
• સ્વસ્થ ખોરાક લો
• કેપ, ટોપી, મફલર, પહેરો
• ફળો અને શાકભાજીનું સેવન વધુ કરો
• તેલ, જેલી અથવા બોડી ક્રીમ વડે ત્વચાને મોશ્ચરાઈઝ કરો
• વૃદ્ધ લોકો, નવજાત શીશુઓ અને બાળકોની સંભાળ રાખો
• પડોશીઓ જેઓ એકલા રહે છે, ખાસ કરીને વૃદ્ધોની સુખાકારી વિશે તપાસો
• જરૂરીયાત મુજબ આવશ્યક પુરવઠો સ્ટોક કરો
• રૂમહિટર જેવા ઉપકરણોનો ઉપયોગ કરો ત્યારે પર્યાપ્ત વેન્ટીલેશનની ખાતરી કરો
• શક્ય તેટલું ઘરની અંદર રહો અને ઠંડા પવન,વરસાદ,બરફના સંપર્કમાં આવવાથી બચવા માટે મુસાફરી ઓછી કરો
• ઢીલા ફિટીંગના બહુવિધ વસ્ત્રો પહેરો

આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો કયા પડી હાડ થીજવતી ઠંડી
• હીમ લાગવાથી ચામડીનું સુજવું, હાઈપોથર્મિયા પીડીત વ્યક્તિ માટે શક્ય તેટલી વહેલી તકે તબીબી ધ્યાન મેળવો
• કોવિડ-19ના સમયગાળા દરમિયાન વહેતું નાક જેવા લક્ષણો માટે ડૉક્ટર અથવા આરોગ્ય કાર્યકરની સલાહ લો
• મુળભુત પ્રાથમિક સારવાર માટે ફાસ્ટ પર એન.ડી.એમ.એ. એપને અનુસરો
• ભારે કપડાના એક સ્તરને બદલે બહારથી વિન્ડપ્રુફ નાયલોન અથવા કોટન અને અંદરના ગરમ ઊનના કપડા પહેરો
• ચુસ્ત કપડા રક્ત પરિભ્રમણ ઘટાડે છે તેનો ઉપયોગ ટાળો

આ પણ વાંચો: બોટાદ: ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી, હત્યાની આશંકા
• તમારી જાતને શુષ્ક રાખો. જો ભીનું હોય તો તમારું માથુ, ગરદન, હાથ અને અંગુઠાને પુરતા પ્રમાણમાં ઢાંકો
• ગરમી પેદા કરવા માટે કોલસાને ઘરની અંદર સળગાવશો નહી. બંધ જગ્યામાં તે ઝેરી કાર્બોમોનોક્સાઈડ ઉત્પન્ન કરે છે જેનાથી જીવનો જોખમ રહે છે.
• દારૂનું સેવન ન કરો. તે શરીરનું તાપમાન ઘટાડે છે. જેનાથી હાઈપોથર્મિયાનું જોખમ વધી શકે છે.
• ધ્રુજારીને અવગણશો નહી. તે પ્રથમ સંકેત છે કે શરીર ગરમી ગુમાવી રહ્યું છે.
• શરીરનું તાપમાન વધારવા ગરમ પીણા પીવો