- ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી
- ડિસા અને કંડલામાં 13 ડિગ્રી તાપમાનનો પારો
- ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાતમાં સતત બીજા દિવસે ઠંડીમાં ઘટાડો થયો છે. જેમાં કેશોદમાં 14 ડિગ્રી સાથે વલસાડમાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન છે. તેમજ ભુજમાં 11 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન સાથે ડિસા અને કંડલામાં 13 ડિગ્રી તાપમાનનો પારો રહ્યો છે. જેમાં કલાઇમેન્ટ ચેન્જ ઠંડી ઘટવાનું મુખ્ય કારણ છે.
ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી
ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત જોવા મળી હતી. અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઉંચું આવ્યું હતું. જોકે, નલિયા 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. જ્યારે સુરત અને ઓખા 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ઠંડી ઘટી છે. રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થતાં ઠંડીનાં નહિવત રાહત જોવા મળી હતી. અમદાવાદમાં પણ ઠંડી ઘટી છે. જેમાં કમોસમી વરસાદની આગાહી સાથે શિયાળામાં જોઇએ તેવી ઠંડી પડી રહી નથી.
ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
ભુજમાં 11 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી તાપમાન છે. સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, કેશોદમાં 14 ડિગ્રી તાપમાન છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઠંડીનું મોજુ અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લદ્દાખમાં તાપમાન માઈનસ 11.3 ડિગ્રી થઈ ગયું છે, જ્યારે મેદાની વિસ્તારોના અલવરમાં 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.