ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે, અમદાવાદનું તાપમાન જાણો કેટલુ પહોચશે

Text To Speech
  • હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી
  • કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં શુષ્ક હવામાન
  • તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે

ગુજરાતમાં 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે જેમાં અમદાવાદનું તાપમાન ઘટશે. રાજ્યમાં ભર શિયાળે ગત મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતના વિસ્તારોમાં અમુક દિવસથી ઠંડીની ઓછી અસર વર્તાઈ રહી છે.

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી

હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ તફાવત ન હોવાની આગાહી કરી છે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 5-6 જાન્યુઆરી દરમિયાન લધુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી. જેમાં ઠંડીથી આંશિક રાહત થઈ શકે છે.

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં શુષ્ક હવામાન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેમાં અમદાવાદમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના ફૂંકાયેલા પવનોની અસર ગુજરાતમાં વર્તાશે. જ્યારે આગામી 10 જાન્યુઆરી સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

Back to top button