ડિસેમ્બરના અંતની સાથે દેશમાં ઠંડીનું જોર પણ વધવા લાગ્યું છે. જેમાં ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. જેને જોતાં હવામાન વિભાગ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે સાથે જ પંજાબ,ઉત્તર ભારતના કેટલાંક શહેરોમાં અને હરિયાણામાં કોલ્ડ વેવની પણ આગાહી કરી છે.
આ વર્ષનો સૌથી ઠંડો દિવસ
દિલ્હીની સોમવારની સવાર આ વર્ષની સૌથી ઠંડી રહી છે. તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે. અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. જેની સાથે જ તાપમાન 4 થી 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
ઠંડીના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ છે અને માત્ર 50 મીટર જ રહી છે. જ્યારે બીજી તરફ ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે. હવામાન કચેરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા હિમવર્ષાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે અને તે પછી તે ઘટશે.
છેલ્લા 2 દિવસથી ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા જોવા મળી રહ્યા છે ત્યારે દિલ્હી માટે 26 ડિસેમ્બર સોમવારનો દિવસ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. જેમાં તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી ગગડી ગયો છે. અને મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ઠંડીમાં વધારો થયો છે.
આ પણ વાંચો : ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે વાત કરનારાઓની પૂછપરછ કરી રહી છે IB
યલો એલર્ટ
ઉત્તર ભારતમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ જોતાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. સોમવારે હવામાન વિભાગે દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્તમ તાપમાનમાં થોડો વધારો થવાનો અંદાજ છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ સોમવારે પણ રાજધાની ઠંડીની લહેરની લપેટમાં રહી હતી. જે આગામી દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.