ગુજરાતમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી
- લોકોને આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત મળશે નહિ
- રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું
- રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે. જેમાં ગુજરાતભરના લોકોને આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત મળશે નહિ.
રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું
છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે. જેમાં પાંચ દિવસ દરમિયાન એટલે કે 23 જાન્યુઆરી સુધી રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર ન હોવાથી ઠંડીનું જોર યથાવત રહેશે.
રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: અમદાવાદ: મહાકુંભને પગલે વિમાનના ભાડામાં સામાન્ય દિવસો કરતાં અંદાજે 7 ગણો વધારો