ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, જાણો કયુ શહેર ઠંડુગાર બન્યુ
- આગામી સમયમાં ઠંડી વધવાની પણ હવામાન વિભાગે આગાહી કરી
- 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી
- અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતા 8 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે
હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી બાજુ હવામાન નિષ્ણાતોને મતે હજુ 8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14થી 16 ડિગ્રીની આસપાસ જ રહેશે.
અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
ત્યારબાદ ઠંડીમાં વધારો થવાની આશંકા છે. અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે. તેમજ આગામી સમયમાં ઠંડી વધવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.