ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં ઠંડીની લહેર યથાવત, શાળાઓમાં 15 જાન્યુઆરી સુધી વેકેશન

ઉત્તર ભારતમાં સતત ઠંડીનું મોજુ ફરી રહ્યું છે. જ્યારે દિલ્હી સતત તાપમાન નીચું જવાના કારણે હવે ખાનગી શાળાઓમાં શિયાળુ વેકેશન 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. જે અગાઉ શિયાળાની રજા બાદ દિલ્હીમાં ખાનગી શાળાઓ આજથી એટલે કે 9 જાન્યુઆરીથી ખુલવાની હતી. શહેરમાં રવિવારે ઠંડીનો પારો વર્ષના સૌથી નીચા સ્તરે 1.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા બે વર્ષમાં જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં સૌથી ઓછું તાપમાન હતું.

આ જોતાં દિલ્હીની સરકારી શાળાઓમાં ચાલતા વધારાના વર્ગોને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે દિલ્લી સરકારે, દિલ્લીની સરકારી શાળાઓને પહેલેથી જ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. માત્ર ખાનગી શાળાઓ એક સપ્તાહ વહેલી શરુ થવાની હતી.

બીજી તરફ  દિલ્હીમાં વધી રહેલી ઠંડીના કારણે દિલ્હી આવતી-જતી ઘણી ટ્રેનો રદ તેમજ ડાઈવર્ટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનો કલાકો મોડી દિલ્હી પહોંચી રહી છે. તેમજ કેટલીક ટ્રેનો રદ્દ પણ કરવામાં આવી છે.

શાળાઓમાં 15 જાન્યુઆરી સુધી રજા

શિયાળુ વેકેશન લંબાવવા અંગેના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, DOEના અગાઉના પરિપત્રને ચાલુ રાખીને, દિલ્હીની તમામ ખાનગી શાળાઓને વર્તમાન શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીની સરકારી શાળાઓમાં 1 થી 15 જાન્યુઆરી સુધી શિયાળુ વેકેશન છે, પરંતુ હવે ખાનગી શાળાઓ માટે પણ 15 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ રાખવાની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જો કે, સત્ર 2022-23 માટે, પ્રેક્ટિકલ પરીક્ષા, પ્રોજેક્ટ મૂલ્યાંકન અને 10મા અને 12મા ધોરણના આંતરિક મૂલ્યાંકનનું કાર્ય સમયપત્રક મુજબ ચાલુ રહેશે.

Delhi cold wave Hum Dekhenge News

પર્વતીય પ્રદેશ કરતા પણ વધુ ઠંડી દિલ્હીમા

હવામાન વિભાગે કહ્યું કે સતત ચોથા દિવસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઉતર ભારતના અને ખાસ કરીને પર્વતીય પ્રદેશના શહેર કરતા પણ ઓછુ નોંધાયું હતું. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની મોટાભાગના વિસ્તારમાં દિલ્લી કરતા વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હિમાચલ પ્રદેશનાના ચંબા 8.2 ડિગ્રી, ડેલહાઉસી 8.2 ડિગ્રી, ધર્મશાલા 6.2 ડિગ્રી, શિમલા 9.5 ડિગ્રી, હમીરપુર 3.9 ડિગ્રી, મનાલી 3.9 ડિગ્રી હતું. ઉત્તરાખંડના દેહરાદૂન 6° ડિગ્રી, મસૂરી 9.6° ડિગ્રી, નૈનીતાલ 6.2°ડિગ્રી, મુક્તેશ્વર 6.5° ડિગ્રી અને તેહરીમાં 7.6° ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો : વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પશ્ચિમ બંગાળમાં આજે ફરી પથ્થરમારો, કોઈ જાનહાનિ નહીં

Back to top button