અમદાવાદમાં શરદી, વાઇરલ ઈન્ફેક્શનના કેસનો રાફડો ફાટયો, OPDની સંખ્યા જાણી દંગ રહેશો
- હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે
- હોસ્પિટલમાં 10,000થી વધુ OPDના કેસો નોંધાયા છે
- ચોવીસ જ કલાકમાં 25,000થી વધુ દર્દીઓને સારવાર અપાઈ
અમદાવાદમાં શરદી, વાઇરલ ઈન્ફેક્શનના કેસનો રાફડો ફાટયો છે. જેમાં OPDની સંખ્યા જાણી દંગ રહેશો. AMCની હોસ્પિટલોમાં રોજ 10 હજારની OPD થઇ છે. બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઓરી, અછબડાં, ગાલ પચોડિયાના કેસ વધ્યા છે. તેમાં ચોવીસ જ કલાકમાં 25,000થી વધુ દર્દીઓને સારવાર અપાઈ છે. ઝાડા-ઊલટી, ટાઇફેઇડ સહિતના કેસો સામે વધારે આવેલા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં બહારનું ખાનારા ચેતજો, ફુડ વિભાગ દ્વારા કરાઇ મોટી કાર્યવાહી
હોસ્પિટલમાં 10,000થી વધુ OPDના કેસો નોંધાયા છે
શહેરમાં ચોમાસામાં તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેકશન, ઝાડા ઉલટી, કમળો, કોલેરા, ટાઇફેઇડના કેસ વધી રહ્યા છે અને અમદાવાદ AMC સંચાલિત શારદાબેન, LG, અને બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલોમાં સવારથી દર્દીઓની લાઈનો જોવા મળે છે.ચાંદીપુરા વાયરલના પણ હોવાના કારણે બાળ દર્દીઓ પણ વધ્યા છે. તા.25 જુલાઈ સુધીમાં AMC સંચાલિત હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઈફેઈડ, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના 25,000થી વધુ દર્દીઓ સારવાર લીધી છે અને આ હોસ્પિટલમાં 10,000થી વધુ OPDના કેસો નોંધાયા છે.
હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે
આ ત્રણેય હોસ્પિટલોમાં સવારે 9:30 વાગ્યાથી દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. શારદાબેન હોસ્પિટલોમાં દર્દીઓએ પોતાના વારા માટે ઓછામાં ઓછી 5થી 10 મિનિટ માટે રાહ જોવી પડે છે. જ્યારે LG હોસ્પિટલમાં દર્દીઓને બાંકડા પર બેસાડવા પડયા હતા. બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે. આ હોસ્પિટલ ખાતે ઓરી, અછબડાં, ગાલ પચોડિયા સહિતના કેસો વધારે જોવા મળ્યા છે. ઝાડા-ઊલટી, ટાઇફેઇડ સહિતના કેસો સામે વધારે આવેલા છે. AMC સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર (UHC) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHCમાં પણ દર્દીઓને સારવાર અપાઈ રહી છે. શહેરના સાતે ઝોનમાં 11 CHCમાં જનરલ OPD, ઉપરાંત સ્પેશિયલિસ્ટ OPD, ડીલીવરી, હર્નિયા, હિસ્ટેક્ટોમી, વગેરે જેવા મેજર ઓપરેશન અને માઈનોર ઓપરેશનની સુવિધા પણ પૂરી પડાય છે તેમજ ઈમરજન્સી કેસોની સારવાર અપાય છે. AMC સંચાલિત CHCમાં 2,41,150 જનરલ OPD સહિત કુલ 6,36,934 OPDની સારવાર અપાઈ છે. મ્યુનિ.CHCમાં 5,28,096 લેબોરેટરી ટેસ્ટ કરાયા છે અને 12,209 IPD સેવાઓ અપાય છે.