ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર 8.4 ડિગ્રી તાપમાન પહોચ્યું

Text To Speech
  • સવાર અને રાતના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થયો
  • ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 8.4 ડીગ્રી રહ્યું હતું
  • કચ્છ-સૌરાષ્ટ્ર પર ઠંડીનો વધુ પ્રભાવ વર્તાયો

ગુજરાતમાં નવેમ્બર મહિનાના અંતમાં હવે ઘણાં ખરા વિસ્તારોમાં શિયાળો દેખાયો છે. જેમાં ગિરનાર પર 8.4 ડિગ્રી અને જૂનાગઢ શહેરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે. તેમજ સવાર અને રાતના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.

કચ્છ-સૌરાષ્ટ્ર પર ઠંડીનો વધુ પ્રભાવ વર્તાયો

વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો બીજી બાજુ કચ્છ-સૌરાષ્ટ્ર પર ઠંડીનો વધુ પ્રભાવ વર્તાયો છે. તેમજ રાજકોટ, અમરેલી, કેશોદ અને દરિયાકાંઠાના પોરબંદરમાં 15 ડિગ્રી આસપાસ રહ્યું છે. તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં જ્યાં-જ્યાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહ્યું તે શહેરોમાં નલિયા 13.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલા (ઍરપૉર્ટ) 14.3 ડિગ્રી, અમરેલી 14 ડિગ્રી, રાજકોટ 15.2 ડિગ્રી, મહુવા 15.5 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 8.4 ડીગ્રી રહ્યું હતું

આ ઉપરાંત દરિયાકાંઠાના પોરબંદરમાં 14.5 ડિગ્રી દેવભૂમિ દ્વારકામાં 20.4, ઓખા 21.6, વેરાવળ 20.7, દીવમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ વખતે નવેમ્બર માસ પસાર થવા છતાં હજુ ઠંડીની અસર જોવા મળી ન હતી, પરંતુ છેલ્લા એક બે દિવસથી ઠંડીમાં વધારો થયો છે. તેમજ જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31.7, લઘુત્તમ 13.4, સવારે હવામાં ભેજનું પ્રમાણ 72 અને બપોરે 25 ટકા તેમજ પવનની ઝડપ પ્રતિકલાક 2.3 કિ.મી.ની રહી હતી. જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 8.4 ડીગ્રી રહ્યું હતું.

Back to top button