ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 8 ડિગ્રી સાથે આ શહેર સૌથી ઠંડુ રહ્યું

Text To Speech
  • અમદાવાદ, રાજકોટ, વલસાડ, દમણમાં 13 ડિગ્રી તાપમાન
    આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ઘટશે
    24 કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઇ મોટો ફેરફાર નથી થવાનો

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં 8 ડિગ્રી સાથે નિલીયા શહેર સૌથી ઠંડુ રહ્યું છે. ગાંધીનગર અને કંડલામાં 10 ડિગ્રી તાપમાન છે. તેમજ ડિસા અને કેશોદમાં તાપમાન 11 ડિગ્રી તથા ભુજ, અમરેલી, પોરબંદર, મહુવામાં 12 ડિગ્રી તાપમાન છે.

અમદાવાદ, રાજકોટ, વલસાડ, દમણમાં 13 ડિગ્રી તાપમાન

અમદાવાદ, રાજકોટ, વલસાડ, દમણમાં 13 ડિગ્રી તાપમાન છે. તેમજ સુરત, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન છે. છેલ્લા થોડાં દિવસોથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે હજી પણ ઠંડીમાં વધારો થવાની આગાહી દર્શાવી છે. જેમાં આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જઈ શકે છે. તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.

24 કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઇ મોટો ફેરફાર નથી થવાનો

અમદાવાદ, રાજકોટ, વલસાડ, દમણમાં 13 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે સુરત, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 24 કલાકમાં ગુજરાતના હવામાનમાં કોઇ મોટો ફેરફાર થવાનો નથી. 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ થશે. જેનો અર્થ એ થાય છે કે, આજથી તાપમાનમાં વધારો થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત હવામાન અંગેની આગાહી કરી છે. જેમા અનેક મહત્ત્વની વાતો જણાવી છે કે, 26થી 31 જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 28થી 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે.

Back to top button