ઠંડી ધીમે પગલે આવી રહી છે, આ રીતે લેજો ત્વચાની સંભાળ
- શિયાળામાં જ્યારે ત્વચાનો ભેજ ઓછો થવા લાગે છે ત્યારે ત્વચા શુષ્ક થવા લાગે છે. આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ લેવી જરૂરી બની જાય છે
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળાની ઋતુ ત્વચા માટે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ ઋતુમાં થોડી બેદરકારી પણ ત્વચા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. શિયાળામાં જ્યારે ત્વચાનો ભેજ ઓછો થવા લાગે છે ત્યારે ત્વચા શુષ્ક થવા લાગે છે. કેટલીકવાર તે રૂક્ષ થઈને ફાટવા લાગે છે અને દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ લેવી જરૂરી બની જાય છે.
ઠંડી હવા અને ઓછા ભેજને કારણે ત્વચા શુષ્ક થઈને ફાટી જાય છે, પરંતુ કેટલીક સરળ પદ્ધતિઓ દ્વારા તમે શિયાળામાં પણ તમારી ત્વચાને હેલ્ધી અને શાઈની રાખી શકો છો.
શિયાળામાં ત્વચા સંભાળ આ રીતે લો
મોઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ
ક્રીમ પસંદ કરો
શિયાળામાં હળવા લોશનને બદલે કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરો.
વારંવાર લગાવો
દિવસમાં ઘણી વખત મોઇશ્ચરાઇઝર લગાવો, ખાસ કરીને સ્નાન કર્યા પછી
હાથ અને પગ પર ધ્યાન આપો
હાથ અને પગની ત્વચા વધુ શુષ્ક બની જાય છે, તેથી તેના પર પણ મોઈશ્ચરાઇઝર લગાવો.
ગરમ પાણીથી સ્નાન ન કરો
ગરમ પાણી ત્વચામાંથી કુદરતી તેલને દૂર કરે છે. તેથી હુંફાળા પાણીથી સ્નાન કરો.
નહાવાનો સમય ઓછો કરો
વધારે સમય સુધી નહાવાથી પણ ત્વચા શુષ્ક થઈ શકે છે
હ્યુમિડિફાયરનો ઉપયોગ
રૂમમાં હ્યુમિડિફાયર લગાવવાથી હવામાં ભેજ વધે છે, જે ત્વચાને શુષ્ક બનતી અટકાવે છે.
ઘરની અંદર પણ સનસ્ક્રીન લગાવો
શિયાળામાં પણ સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે. તેથી ઘરની અંદર પણ સનસ્ક્રીન લગાવો.
સ્વસ્થ આહાર લો
- પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- વિટામિન યુક્ત ફળો અને શાકભાજી ખાઓ.
- નાળિયેર તેલ, બદામ અને અખરોટ જેવી હેલ્ધી ફેટ્સવાળી વસ્તુઓ ખાઓ
વધારાની ટીપ્સ
- અઠવાડિયામાં એકવાર હળવા સ્ક્રબ વડે એક્સફોલિએટ કરો.
- ગરમ અને ઉનના કપડાં પહેરો જે ત્વચાને ગરમ રાખે.
- હીટર ત્વચાને ડ્રાય કરે છે, તેથી તેનાથી અંતર જાળવો.
આ પણ વાંચોઃ કારતક પૂર્ણિમાના દિવસે શું છે સ્નાન-દાનનું મહત્ત્વ, જાણો દેવ દિવાળીનું મુહૂર્ત?
આ પણ વાંચોઃ શું તમારી લાઈફમાં પણ છે ડિઝિટલ ઓવરલોડ? ડિટોક્સ કરવું જરૂરી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy