- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે
- અમદાવાદ, કેશોદ, મહુવામાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે
- મોટા ભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા વાતાવરણ મામલે આગાહી કરી છે. જેમાં નલિયામાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો થયો છે. તથા મોટા ભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી આસપાસ રહ્યું છે.
અમદાવાદ, કેશોદ, મહુવામાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે
અમદાવાદ, કેશોદ, મહુવામાં પણ 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 16 ડિગ્રી તાપમાન છે. આ વર્ષે શિયાળો સમય કરતા વહેલો પૂરો થવાના એંધાણ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આજથી ફરી તાપમાનનો પારો ઊંચો ગયો હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે રાજ્યમાં ઠંડી અને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ અને ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 12થી 15 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતા ગરમીનો અનુભવ પણ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે
આ સપ્તાહના અંત સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 15.7 ડિગ્રી સે. તાપમાન નોંધાયુ હતુ. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.