ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઠંડી વધી, માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર

Text To Speech
  • મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી નીચે આવી ગયું
  • માઉન્ટ આબુમાં 80% જેટલી હોટલમાં બુકિંગ
  • અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું છે

ગુજરાતમાં ઠંડી વધી છે ત્યારે માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શહેરાણીઓનો ઘસારો જોવા મળ્યો છે. રવિવારની રજા દરમિયાન માઉન્ટ આબુમાં પ્રવાસીઓ વધતા મોટા ભાગની હોટલોમાં હાઉસફુલ થવાના કારણે રોકાણ માટે દોડધામ કરવી પડી હતી.

માઉન્ટ આબુમાં 80% જેટલી હોટલમાં બુકિંગ

માઉન્ટ આબુના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ 80% જેટલી હોટલમાં બુકિંગ થઈ ગયું હતું અને સહેલાણીઓનો ઘસારો વધું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આજના દિવસમાં તાપમાન એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 11 ડિગ્રી પર અટક્યું હતું આમ માઉન્ટ આબુમાં હજુ ઠંડી નું પ્રમાણ સામાન્યવત રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાન ઊંચકાતા દિવસે ઠંડી ઘટી છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સામાન્ય કરતાં હજુ 3.6 ડિગ્રી વધુ છે.

મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી નીચે આવી ગયું

રાજ્યના મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી નીચે આવી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાતી દિવસની ઠંડીમાં ઘટાડો થયો છે. બીજી તરફ બે દિવસથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી, કંડલામાં 13.3 ડિગ્રી નોંધાયું છે જ્યારે ડિસામાં 13.8 ડિગ્રી નોંધાયુ છે. જોકે અમદાવાદમાં હજુ શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થઈ નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી વધુ નોંધાયુ હતુ. આમ અમદાવાદમાં હાલમાં લઘુત્તમ તાપમાન 12.9 ડિગ્રી નોંધાવવુ જોઈએ એના બદલે વધુ નોંધાઈ રહ્યું છે.

Back to top button