રાજ્યમાં ઠંડીનું મોજુ યથાવત છે. જેમાં ઉત્તર ભારતમાં હીમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. તથા નલિયામાં તાપમાનનો પારો ઊંચકાયો છે. તેથી ગીરનારમાં તાપમાન 8 ડિગ્રી નોંધાયું છે. તથા ભૂજમાં તાપમાન 9 ડીગ્રી, ડીસામાં તાપમાન 9 ડીગ્રી સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.
શહેરનું લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોધાયુ
અમદાવાદમાં ઠંડીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે. વર્ષ-2016ની 30મી જાન્યુઆરીના રોજ શહેરનું લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી નોધાયુ હતુ. એ સિવાય વર્ષ-2011ની 23મી જાન્યુઆરીના રોજ 6.6 ડિગ્રી તાપમાન થઈ ગયું હતુ. વર્ષ-2012માં 7.1, 2013માં 7.6 અને 2014માં 7 ડિગ્રી સુધી તાપમાન ગગડયું હતું. આવી જ રીતે, રાજકોટમાં ઠંડીએ 8 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો. આ પહેલા વર્ષ-2014માં 6.4 ડિગ્રી અને વર્ષ-2012માં 6.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભુજમાં બે વર્ષમાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ
વર્ષ-2020માં રાજકોટમાં 7.4 ડિગ્રી સુધી પારો ગગડયો હતો. પોરબંદરમાં વર્ષ-2011થી લઈને વર્ષ-2022 સુધીમાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ. છેલ્લા 12 વર્ષમા સૌથી નીચુ 7.2 ડિગ્રી તાપમાન વર્ષ-2013માં નોંધાયું હતું, જેનો આજે રેકોર્ડ બ્રેક થઈ ગયો છે. ભુજમાં બે વર્ષમાં સૌથી નીચુ તાપમાન નોંધાયુ છે. આ પહેલા વર્ષ-2020ની 27મી જાન્યુઆરીના રોજ 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ વર્ષે ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચ્યો
પાટનગર ગાંધીનગરમાં એક દાયકા પુર્વે રેકર્ડબ્રેક ઠંડી પડી હતી. તે સમયે પણ ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર વધ્યુ હતું. એક સમયે લઘુત્તમ તાપમાનનો પારો પોણા ચાર ડિગ્રી સુધી નીચે ઉતરી આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં ઠંડીનું જોર ઘટયુ હતું. ગત વર્ષે ઠંડીનો પારો છ ડિગ્રી સુધી નીચે ઉતરી આવ્યો હતો. જોકે, ત્યારબાદ ઠંડીનું જોર ઘટયુ હતું. પરંતુ આ વર્ષે ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી પહોંચી આવ્યો છે. આ વખતે ઠંડીની પેટર્ન વર્ષ 2012ની સાલમાં પડેલી ઠંડી પ્રમાણે વર્તાઇ રહી છે.