- રાજ્યમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું
- સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો
- સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગુજરાતમાં ઠંડી ઘટી છે. જેમાં કેટલાક શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં 11 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13 ડિગ્રી તથા રાજકોટ અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન સાથે કચ્છ પંથક અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે.
સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યમાં અત્યારે માત્ર કચ્છ પંથક અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ 11 ડિગ્રી તાપમાન નોંધાયુ, જ્યારે ભુજમાં 14 ડિગ્રી નોંધાયુ છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી અને કેશોદમાં 13.2 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનો ચમકારો અનુભવા હતો. આ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 18.1 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું
અમદાવાદમાં હાલની સ્થિતિએ લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાવવુ જોઈએ, જે 5.8 ડિગ્રી ઉંચુ નોંધાઈ રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું છે. પાટનગર ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન તથા અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત તાપમાનનો પારો ઉચકાતા ઠંડી સાવ ઘટી ગઈ છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ 2.6 ડિગ્રી જેટલો પારો ઉચકાયો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે.
———-