રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર : નલિયા 9.8 ડિગ્રી સાથે ઠંડુગાર


રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનુ જોર વધી રહ્યું છે. શિયાળો જેમ જેમ જામી રહ્યો રહ્યો છે તેમ તેમ રાજ્યમાં ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છનાં નલિયામાં પડતી હોય છે, ત્યારે ગુજરાતમાં શિયાળો જામતા 9.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું છે.
આ પણ વાંચો : વંદે ભારત ટ્રેનને વાપી અને સંજાણ વચ્ચે નડ્યો વધુ એક અકસ્માત
કચ્છ સૌથી ઠંડો જિલ્લો
શિયાળાની સીઝનમાં નલિયા સૌથી ઠંડુ રહ્યા બાદ કચ્છનાં ભૂજમાં 14.6 ડિગ્રી અને કંડલામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે જ કચ્છ રાજ્યનો ઠંડો જિલ્લો રહ્યો છે. કચ્છ સિવાય મધ્ય ગુજરાતમાં પણ થોડું ઠંડીનુ જોર વધી રહ્યું છે.
ગુજરાતનાં અન્ય રાજ્યોનું તાપમાન
આ સાથે જ અમદાવાદમાં 17.1 ડિગ્રી, પાટનગર ગાંધીનગરમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14, વલ્લભવિદ્યાનગરમાં 15.6, કેશોદમાં 15.6, રાજકોટમાં 16.8, વડોદરામાં 17.4, સુરતમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ સિવાય ગુજરાતની ઉત્તરે આવેલ રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં સતત બીજે દિવસે શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેની સીધી અસર ગુજરાતનાં હવામાન પર થઈ રહી છે.