ગુજરાત

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન

Text To Speech
  • રાજ્યમાં ત્રણથી છ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો
  • રાજ્યમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરુ થયો
  • મહુવામાં પણ 13 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. જેમાં નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ કંડલા અને ડિસામાં 11 ડિગ્રી તાપમાન સાથે કેશોદમાં 12 અને રાજકોટમાં 13 ડિગ્રી તાપમાન છે. તથા મહુવામાં પણ 13 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન છે.

રાજ્યમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરુ થયો

ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરુ થઈ ગયો છે. નલિયામાં 9 ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો હતો. ગુજરાતમાં 9.3 ડિગ્રીથી લઈને 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન વચ્ચે ઠંડી નોંધાઈ હતી. 9.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું.

રાજ્યમાં ત્રણથી છ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો

ગુજરાતમાં ત્રણથી છ ડિગ્રી જેટલો ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડી હવાઓ ફૂંકાવાના કારણને ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો છે. નલિયામાં તાપમાન ઘટ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં દિવસ દરમિયાન તડકો રહેશે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં પણ વધારો થશે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સૂર્યપ્રકાશને કારણે તાપમાનમાં વધારો થશે.

Back to top button