- અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન
- ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે
- ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા
ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં આંશિક વધારો થયો છે. તેમાં નલિયામાં 8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા પાટનગર ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન છે. તેમજ રાજકોટમાં 10 ડિગ્રી, કેશોદ અને ડિસામાં 11 ડિગ્રી સાથે કંડલામાં 12 ડિગ્રી અને ભુજમાં 13 ડિગ્રી તાપમાન છે.
ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.
અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી
અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તથા વડોદરા, ભાવનગર અને દિવમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ભાવનગર,બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 10 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ ગીર સોમનાથ,નવસારી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.