

- હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો
- સૌથી ઓછુ તાપમાન નલીયામાં 13 ડિગ્રી રહ્યું છે
- પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં સૌથી ઓછુ તાપમાન નલીયામાં 13 ડિગ્રી રહ્યું છે. ત્યારે અમદાવાદનું લધુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં 17, રાજકોટમાં 19.2 ડિગ્રી લધુતમ તાપમાન સાથે વડોદરા અને ભુજમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે.
પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, કચ્છ, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજકોટ અને દાહોદમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો
ભાવનગર 19 અને સુરત 23 ડિગ્રી તાપમાન સાથે શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. રાજ્યમાં ઉતરપૂર્વ-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો માહોલ જોવા મળશે. તો આજે અમદાવાદ,અમરેલી, આણંદ, ગાંધીનગર,ખેડા, મહીસાગર, મોરબી, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો દેવભૂમિ દ્વારકામાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, દાહોદ,જામનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, ભરુચ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, મોરબી, નર્મદા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.