ગુજરાતમાં ઠંડીનો ચમકારો, જાણો ક્યા શહેરમાં કેટલું તાપમાન ઘટ્યું
- નલિયામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું
- ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે
- ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય
ગુજરાતમાં ઠંડીનો ચમકારો દેખાયો છે. જેમાં અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. તેમાં વિવિધ શહેરોમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરુઆત થઈ રહી છે. જો કે, કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાંની સાથે ઠંડી પડવા લાગી છે.
ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે
નવેમ્બરના 17 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરુ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ અનુસાર અમરેલી, નલિયા, વડોદરા અને મહુવામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી નોંધાયું હતું.
અમદાવાદમાં 19.9 તથા વડોદરામાં 17.6 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં 19.9 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, કંડલા પોર્ટમાં 18.2 ડિગ્રી, ડીસામાં 19 ડિગ્રી, અમરેલીમાં 17 ડિગ્રી, નલિયામાં 17.5 ડિગ્રી, મહુવામાં 17.5 ડિગ્રી, પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 19.4 ડિગ્રી, ભાવનગરમાં 19.8 ડિગ્રી, ભુજમાં 19.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20 ડિગ્રી, સુરતમાં 23.1 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 23.4 ડિગ્રી અને ઓખામાં 25 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.