- મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક
- અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી
- ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ
ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ 15 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ રહ્યું છે. તથા 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂતો માટે માઠા સમાચાર, આ વિસ્તારમાં પડશે વરસાદ
અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી
અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યુ છે. તેમજ ભુજ 16 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી, અમરેલી 16 ડિગ્રી સાથે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું છે. 3 દિવસ બાદ તાપમાનનો પારો વધારે ગગડે તેવી શક્યતા છે. ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ બેઠું હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી.
ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ
કમોસમી આવેલા વરસાદ જાણે આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરા વર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે. ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે જગતના તાતને ચિંતામાં મુકી દીધો, ત્યારે હવે હવામાન વિભાગે કરેલી આગાહી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ છે.