ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ખેડામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે Coffee With DDO કાર્યક્રમ યોજાયો

Text To Speech

ખેડા, 09 ડિસેમ્બર: ખેડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલેની અધ્યક્ષતામાં “COFFEE WITH DDO” સેશનની ચોથી આવૃત્તિ યોજાઈ હતી. જેમાં તેમણે જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થી સાથે સંવાદ પણ કર્યો હતો. વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસ, શોખ અને તેઓ ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાનું સપનું ધરાવે છે એ બાબતે સંવાદ કરી સુવર્ણ કારકિર્દીના ઘડતર માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને પુસ્તક ભેટમાં આપી સન્માન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. વધુમાં વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓની પણ મુલાકાત લીધી અને શાખાઓમાં થતી કામગીરી બાબતે જરૂરી જાણકારી પણ મેળવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી ખૂબ જ સરળ અને રોચક શૈલીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. તેમના મનપસંદ વિષયો અને ભવિષ્યની કારકીર્દીમાં તેમની આકાંક્ષાઓથી પરિચિત થયા હતા. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરી કરિયર માટે પરીક્ષાલક્ષી તમામ બાબતોથી વાકેફ કર્યા હતા. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના IS બનવાના સફરને વિધાર્થીઓ સમક્ષ રજૂ કરી. આઈએસ બનવા માટે જરૂરી અભ્યાસ સમયનો સદુપયોગ અને આરોગ્યની કાળજી જેવી બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને અભ્યાસના શરૂઆતના વર્ષોથી જ સિવિલ સર્વિસિસ પરીક્ષાની તૈયારી માટે આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. આ સિવાય તેમણે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના વધુ પડતાં ઉપયોગ થી સાવધાન રહેવા અને એકચિત્તે અને સમગ્રતાથી અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું હતું.

ઉપરાંત કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ અંતર્ગત આ વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયતના તમામ વિભાગોમાં મુલાકાત લઈ જે તે વિભાગની કામગીરીઓથી પરિચિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શાળા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં SGCCI ખાતે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનારનું આયોજન

Back to top button