સ્કિન કેરઃ ત્વચાની ઘણી સમસ્યાઓમાં કોફી આપશે રાહત, આ રીતે બનાવો ફેશ પેક
એક કપ કોફી તમારો બધો થાક દૂર કરે છે. તેને પીવાથી શરીરમાં તરત જ ઉર્જાનો અનુભવ થાય છે. કોફી પીવા સિવાય તેનો ઉપયોગ ચહેરા પર લગાવવા માટે પણ થાય છે. કોફી આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કોફી ત્વચાને ટાઈટ બનાવે છે. આ સાથે તે ચહેરા પર ચમક પણ લાવે છે. તેમજ કેટલાક લોકોને સ્કિન પ્રોબલમ રેહતી હોય છે. જેવી કે પિમ્પલ્સ થવા જેવી અનેક સ્કિનની બિમારીમાં કોફી ફાયદા કારક છે. આથી કોફીનો ફેશ માસ્ક બનાવી તેને ચેહરા પર લગાવતા ઘણી ખરી સમસ્યાઓમાં રાહત થઈ શકે છે.
ડાર્ક સર્કલ ઘટાડવામાં
આજના સમયમાં દરેક વ્યક્તિને ડાર્ક સર્કલની સમસ્યા રહે છે. તેની પાછળ ઘણા કારણો છે. કેટલીકવાર તે કોઈ રોગને કારણે પણ થાય છે. તેમજ આજકાલ મોટાભાગના લોકો ફોન ચાલે છે તેમજ લેપટોપ પર વધુ કામ કરે છે અને પૂરતી ઊંઘ નથી મળતી. આથી ડાર્ક સર્કલ થઈ જાય છે. ત્યારે કોફી ડાર્ક સર્કલને ઘટાડવા માટે ઉપયોગી છે જેના માટે કોફીનો ફેસ પેક બનાવી લગાવવાથી ફાયદો થાય છે
ડાર્ક સર્કલ ઘટાડવા માટે આવો ફેસ પેક બનાવો
ગ્રાઉન્ડ કોફી 2 ચમચીમાં 1 ચમચી મધ લો. બન્નેને બરાબર મિક્ષ કરી લો. હવે આ પેસ્ટને આંખોની નીચે ડાર્ક સર્કલ પર સારી રીતે લગાવો. હવે તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
પિમ્પલ્સ દૂર કરવા માટે પણ ઉપયોગી
3 ચમચી ગ્રાઉન્ડ કોફી અને 2 ચમચી બ્રાઉન સુગર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેમાં 3 ચમચી નારિયેળ તેલ ઉમેરો. આ સ્ક્રબને આખા ચહેરા પર લગાવો અને સારી રીતે મસાજ કરો. પછી 10 મિનિટ પછી ચહેરો સાફ કરો. આ સ્ક્રબ પિમ્પલ્સની સમસ્યાને દૂર કરે છે.
કોફી એલોવેરા ફેસ માસ્ક
ચહેરા પર ચમક લાવવા અને પિમ્પલ્સ ઘટાડવા માટે કોફી એલોવેરા માસ્કનો ઉપયોગ કરો. આ પેક બનાવવા માટે 2 ટેબલસ્પૂન કોફીમાં 2 ટેબલસ્પૂન એલોવેરા જેલ મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર 25 થી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.
કોફી અને નાળિયેર તેલનો ચહેરો માસ્ક
બે ટેબલસ્પૂન કોફી પાઉડરમાં એક ચમચી નારિયેળ તેલ નાખીને સારી રીતે મિક્સ કરો. આ પછી આ ફેસ માસ્કને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો. તમને જણાવી દઈએ કે આ કોફી ફેસ માસ્ક કરચલીઓ અને ફાઈન લાઈન્સ દૂર કરે છે.
આ પણ વાંચો : શું તમને પણ રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી ?, તો અપનાવો આ ટ્રીક